હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરા ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરના મુદ્દે વિવાદ વકર્યો,32 દુકાનદારોને દુકાનો ખાલી કરવા ગ્રામ પંચાયત નોટિસ ફટકારી હતી,ગ્રામ પંચાયતના છ સભ્યોએ ખાલી કરાવવા વિરોધ નોંધાવતા આશ્ચર્ય.
સુખસર તા.2
ફતેપુરા નગરમાં આવેલ ગ્રામ પંચાયત હસ્તકના શોપિંગ સેન્ટર ના દુકાનદારો નું ભાડું વધારવા તેમજ કરાર કરવા બાબતની વાતને લઇ ગ્રામ પંચાયત દ્વારા દુકાનો ખાલી કરવાની નોટિસ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે જ્યારે ગ્રામ પંચાયતના છ સભ્યો દ્વારા આ બાબતનો વિરોધ નોંધાવી લેખિત રજૂઆત કરતા આશ્ચર્ય સર્જાયું છે અને આ શોપીંગ સેન્ટરના મુદ્દાને લઇ વધુ વિવાદ વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફતેપુરા નગરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગ્રામ પંચાયત હસ્તકનું શોપિંગ સેન્ટર આવેલું છે જેમાં ૩૨ જેટલી દુકાનો કાર્યરત છે આ દુકાનોમાં દુકાનદારો દ્વારા 2005થી કલર રીન્યુ કરવામાં આવ્યો નથી અને કેટલાક દુકાનદારો દ્વારા ભાડું પણ ચૂકવવામાં આવતું ન હોવાનું તેમજ ગ્રામ પંચાયતના કેટલાક સત્તાધીશો દ્વારા બારોબાર ઉઘરાણું કરતા હોવાની વાતને લઇ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગ્રામ પંચાયતને તાળાબંધી કરી દેવાઈ હતી જેમાં ગ્રામ પંચાયત દ્વારા આ દુકાનો ખાલી કરવા બાબતની દુકાનદારોને નોટીશ ફટકારાઇ હતી જે વાતને લઇ ખળભળાટ મચી જવા પામ્યો હતો જ્યારે ગ્રામ પંચાયતના અન્ય છ સભ્યો દ્વારા શોપિંગ સેન્ટર ખાલી કરાવવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતાં આશ્ચર્ય સર્જાયું હતું હા શોપિંગ સેન્ટરના મુદ્દાને લઇ વિવાદ વધુ વકર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂ મુલાકાત લઇ આ સમસ્યાનું નિરાકરણ કરાય તે જરૂરી બન્યું છે.
ફતેપુરા ગ્રામ પંચાયતના છ જેટલા સભ્યોએ ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે 25 નવેમ્બરના રોજ લેવાયેલ ઠરાવ અમારી મંજૂરી લેવામાં આવી નથી તેમ જ શોપિંગ સેન્ટરના દુકાનદારોને ડિપોઝિટની રકમ પરત આપવાની તેમ જ દુકાનો ખાલી કરવાની ઠરાવ થયો છે જેનો વિરોધ નોંધાવ્યો હતો.