
દાહોદ જિલ્લાના ૬૦ યુવાનોને લશ્કરી ભરતી પૂર્વેની તાલીમ અપાઈ
૦૦૦
વસાવે રાજેશ
દાહોદ જીલ્લાના ૬૦ ઉમેદવારો માટે જીલ્લા રોજગાર કચેરી દાહોદ દ્વારા લશ્કરી (અગ્નિવીર) ભરતી પુર્વેની ૩૦ દિવસની નિવાસી તાલીમ યોજવામા આવી હતી
૦૦
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી હેઠળની દાહોદ જીલ્લા રોજગાર કચેરી દ્વારા દાહોદ જીલ્લાના ઉમેદવારો આગામી લશ્કરી(અગ્નીવીર ) ભરતીમા સારો દેખાવ કરી શકે તે માટે ૬૦ તાલીમાર્થીને ૩૦ દિવસની વિના મુલ્યે નિવાસી તાલીમ આપવામા આવી .આ તાલીમમા દાહોદ જીલ્લાના અગ્નીવીર અને પોલીસ ભરતીમા જવા ઈચ્છતા ઉમેદવારોની પ્રી સ્ક્રુટીની કરીને પસંદગી પામેલ ૬૦ તાલીમાર્થીઓને તા ૧૫.૦૯.૨૦૨૨ થી ૧૪.૧૦.૨૨૨ દરમિયાન ૩૦ દિવસ સુધિ ૨૪૦ કલાકની શારીરિક અને બૌદ્ધિક-લેખીત પરીક્ષાની તૈયારી માટે નિવાસી તાલીમ યોજવામા આવેલ છે.
તાલીમમા તજજ્ઞ પીટી એકસ સર્વીસમેન દ્વારા દરરોજ બે કલાકની દોડ ,પુલ અપસ અને લાંબા કુદકાની તાલીમ આપવામા આવી. તેમજ તજજ્ઞ ફેકલ્ટી દ્વારા ગણીત,વિજ્ઞાન,જનરલ નોલેજ,અંગ્રેજી,કોમ્પ્યુટર વિષયની થીયરી કલાસ તાલીમ આપવામા આવી, તાલીમમા રહેવા તથા જમવાની તમામ સુવિધા રોજગાર કચેરી દ્વારા કરવામા આવી હતી. ૩૦ દિવસની તાલીમ મેળવેલ ઉમેદવારોના પુર્ણાહુતી કાર્યક્રમ ગત તા ૧૫ના રોજ યોજવામા આવ્યો હતો. જેમા તાલીમમા સફળતા પુર્વક તાલીમ મેળવેલ ઉમેદવારોને વિના મુલ્યે પરીક્ષાલક્ષી સાહીત્ય અને પ્રમાણપત્ર આપવામા આવ્યા. તાલીમમા ૮૦% હાજરી ધરાવતા ઉમેદવારોને દૈનિક ૧૦૦/-લેખે સ્ટાઈપન્ડ તેમના બેંક ખાતામા ચૂકવવામા આવશે. કાર્યક્રમમા રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણ દ્વારા તાલીમાર્થીને આગામી લશ્કરી( અગ્નીવીર) ભરતીમા સારો દેખાવ કરી સફળ થવા તેમજ અન્ય રોજગારી તકો મેળવવા તાલીમનો સારો ઉપયોગ કરવા તેમજ દાહોદ જીલ્લાનુ નામ રોશન કરવા શુભેચ્છાઓ
પાઠવી તેમજ જયા સુધિ રોજગારી ન મળે ત્યા સુધી રોજગાર કચેરીના સંપર્કમા રહેવા તેમજ ગુજરાત સરકારના અનુબંધમ પોર્ટલ અને ભારત સરકારના નેશનલ કેરીઅર સેન્ટરના એનસીએસ પોર્ટલનો નોકરી શોધવા તેમજ ધેર બેઠા માર્ગદર્શન લેવા હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામા આવ્યુ .
૦૦૦