સુખસર પોલીસ ને મળી સફળતા, મારામારીના કેસમાં છ મહિનાથી વોન્ટેડ આરોપીની ને ઝડપી પાડ્યો .
સુખસર તા.23
ફતેપુરા તાલુકાના ડબલારા ગામે મારામારીના કેસમાં સંડોવાયેલ આરોપી છ મહિનાથી ફરાર હતો જે ગુરૂવારના રોજ સુખસર આવ્યો હોવાની માહિતી મળતા પીએસઆઇ એસ એન બારીયા દ્વારા ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયો હતો.
ફતેપુરા તાલુકાના ડબલારા ગામે છ મહિના અગાઉ મારા મારી તથા ઘરમાં તોડફોડ થઇ હતી જેમાં પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેનો આરોપી ઝાલાભાઇ લીંબાભાઇ બારીયા છેલ્લા છ મહિનાથી ફરાર હતા જેમાં જિલ્લા પોલીસ વડા હિતેશ ના માર્ગદર્શન હેઠળ સુખસર પી.એસ.આઇ એસ એન બારીયા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન વોન્ટેડ આરોપી સુખસરમાં ગેસ એજન્સી પર આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.