Saturday, 20/04/2024
Dark Mode

અહો આશ્ચર્યમ,મંદિર બનાવવા દાનમાં આપેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણોનો રાફડો: દબાણકર્તાઓ દ્વારા જમીન નામે કરવા કલેકટર કચેરીમાં ફાઈલ રજુ કરાઈ

અહો આશ્ચર્યમ,મંદિર બનાવવા દાનમાં આપેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણોનો રાફડો: દબાણકર્તાઓ દ્વારા જમીન નામે કરવા કલેકટર કચેરીમાં ફાઈલ રજુ કરાઈ

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર મહાદેવ મંદિર માટે દાનમાં આપેલી જમીન પર દબાણોનો રાફડો ફાટ્યો,ધર્મશાળા તોડી પાકા મકાનો બનાવી દેવાયા,ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત અને મામલતદારને રજૂઆત છતાં આંખ આડા કાન, દાનમાં અપાયેલી જમીન દબાણકર્તાઓ દ્વારા નામે કરવા કલેકટર માં ફાઈલ રજુ કરાઈ

સુખસર તા.18

       ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર બનાવવા માટે ગામના અગ્રણી દ્વારા જમીન દાનમાં આપી હતી અને મંદિર બનાવ્યા ધર્મશાળા  પણ બનાવાઈ હતી અને ધર્મશાળા તોડી ને છેલ્લા કેટલાક વર્ષોથી દબાણો કરી પાકા મકાનો બનાવી દેવાયા છે દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરીએ જાણ કરવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું હતું

  ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર બનાવવા માટે વર્ષો અગાઉ ગામના અગ્રણી દ્વારા જમીન દાનમાં આપવામાં આવી હતી અને મહાદેવ મંદિરની બાજુની જમીન માં ધર્મશાળા બનાવાઈ હતી પરંતુ ગામના જ અગ્રણી ગણાતા એવા તત્વો દ્વારા ધર્મશાળા તોડી નાખી તેના પર વ્યાવસાયિક હેતુ દબાણ કરી દેવાયું હતું અને હાલમાં પાકા મકાનો બનાવી દેવાયા છે આ દબાણ દૂર કરી ફરીથી ત્યાં ધર્મશાળા  બનાવવા અને મંદિર હેતુ જમીન ફાળવવા માટે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત મામલતદાર અને અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેમજ તેઓની મિલીભગતથી આ મંદિરની જમીન દબાણકર્તાઓ દ્વારા પોતાના નામે કરવા માટે ની ફાઈલ કલેક્ટરમાં ચલાવવામાં આવી રહી છે જેથી કલેક્ટર દ્વારા રૂબરૂ મુલાકાત લઇ હા દબાણો દૂર કરી જમીન પરત મંદિર કામ હેતુ અપાય તેવી માંગ થઇ રહી છે.

error: Content is protected !!