Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના એચ-ટાટ મુખ્ય શિક્ષકો દ્વારા વધઘટ બદલી કેમ્પ રદ કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું

ફતેપુરા તાલુકાના એચ-ટાટ મુખ્ય શિક્ષકો દ્વારા વધઘટ બદલી કેમ્પ રદ કરવા  મામલતદારને આવેદનપત્ર આપ્યું

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકાના એચ-ટાટ મુખ્ય શિક્ષકો દ્વારા વધ ઘટ બદલી કેમ્પ રદ કરવા મામલતદારને આવેદનપત્ર આપ્યું, સાત વર્ષથી પડતર પ્રશ્નોના નિરાકરણ ની માંગ, ધો 1 થી 5 માં 150 અને ધો 6 થી 8 માં 100 થી વધુ સંખ્યા હોય ત્યાં જ એચ- ટાટ મુખ્ય શિક્ષકો મુકવાનો  સરકારનો પરિપત્ર 

સુખસર તા.17

ફતેપુરા તાલુકા સહિત રાજ્યભરમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં એચ-ટાટ મુખ્ય શિક્ષકોની નિમણૂક કરાઈ હતી જેઓને બદલી કરી અન્ય શાળાઓમાં મુકવા માટે નો વધ ઘટ કેમ્પ ની સરકાર દ્વારા જાહેરાત કરાતા આચાર્ય દ્વારા વિરોધ કરાયો હતો અને આ કેમ્પ રદ કરવા માટે મંગળવારના રોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

            ફતેપુરા તાલુકા સહિત રાજ્યની ધોરણ ૧ થી ૮ ની પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2012થી એચ-ટાટ મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી આ નિમણૂકને કારણે શાળાઓની શૈક્ષણિક પ્રગતિ તેમ જ વ્યવસ્થાતંત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો જ્યારે સરકાર દ્વારા હવે બદલીના નિયમો બહાર પાડવામાં આવ્યા છે જેમાં ધોરણ ૧ થી ૫ માં ૧૫૦ થી વધુ સંખ્યા અને ધોરણ ૬ થી ૮ માં સૌથી વધુ સંખ્યા હોય ત્યાં જ ઇન્સ્ટાગ્રામ મૂકવા અને બાકીના આચાર્યોને બદલી કરવી તે બાબતનો વધ ઘટ કેમ્પ નું આયોજન કરાયું છે જેથી હાલમાં ફરજ બજાવતા એચ-ટાટ મુખ્ય શિક્ષકો દ્વારા રાજ્ય અને જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ (સૂચિત) ના માર્ગદર્શન હેઠળ આ વધઘટ કેમ્પ  નો વિરોધ કરી આ કેમ્પો રદ કરવા  મંગળવારના રોજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ જ સાત વર્ષથી પડતર રહેલ પ્રશ્નોનું નિરાકરણ કરવા પણ માંગ કરી હતી.aa બાબતે શિક્ષકો જોડે અમારા પ્રતિનિધિ દ્વારા થયેલ વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી મુખ્ય શિક્ષકની જગ્યા વેકેશનઅલ છે કે નહીં તે સ્પષ્ટતા નથી ઉચ્ચતર પગારધોરણ કેવી રીતે મળશે તેની પણ સ્પષ્ટતા નથી જેવા અનેક પ્રશ્નો સાત વર્ષથી નિરાકરણ થતું નથી તેમજ બદલીનો નિર્ણય અમોને નુકશાન કર્તા છે જેથી આ વધઘટ કેમ્પ બંધ રાખવા માટે અમોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. 

error: Content is protected !!