Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા વહીવટી તંત્રનો સપાટો:કરિયાણાની દુકાનોમાંથી એક્સપાયરી ડેટ વાળો તેલનો જથ્થો તેમજ તમાકુ,બીડી,બિસ્ટોલનો 4 લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો

ફતેપુરા વહીવટી તંત્રનો સપાટો:કરિયાણાની દુકાનોમાંથી એક્સપાયરી ડેટ વાળો તેલનો જથ્થો તેમજ તમાકુ,બીડી,બિસ્ટોલનો 4 લાખ ઉપરાંતનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરામાં કરિયાણાની દુકાનોમાંથી એક્સપાયરી ડેટ વાળો તેલનો જથ્થો તેમજ તમાકુ બીડી બિસ્ટોલ નો જથ્થો ઝડપાયો.ચારથી પાંચ લાખનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો.

સુખસર તા.19

ફતેપુરા તાલુકામાં કોરોનાવાયરસ સંક્રમણને લઈ લોકડાઉનનો અમલ કરાવી રહ્યો છે.જેમાં આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે છૂટછાટ આપવામાં આવી છે. તે દરમિયાન કરિયાણાની દુકાન વાળા તમાકુ બીડીનો ગેરકાયદે વેચાણ કરતા હોવાની પ્રાંત અધિકારીને જાણ થતાં શનિવારના રોજ છાપો મારી ચાર લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો અને સળગાવી નાશ કરાયો હતો.

હાલમાં કોરોના સંક્રમણને લઈ વહીવટી તંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે.ગ્રામીણ વિસ્તારની પ્રજાને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે અર્થે સવારના સમયે છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ફતેપુરા તાલુકામાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોમાં ગેરકાયદે વિમલ મિરાજ તમાકુ ગુટકા નું વેચાણ થતું હોવાનું અને ચાર ગણા ભાવે વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી હતી.જેમાં શનિવારના રોજ પ્રાંત અધિકારી અને મામલતદાર ની ટીમ દ્વારા કરિયાણાની દુકાનોમાં છાપો મારવામાં આવ્યો હતો.જેમાં દસેક જેટલી દુકાનોમાં તપાસ દરમિયાન તમાકુ બીડી બિસ્ટોલ તેમજ એક્સપાયરી ડેટ વાળો તેલનો જથ્થો મળી આવતા અધિકારીઓ ચોંકી ઊઠયા હતા ટીમ દ્વારા તમામ જથ્થો જપ્ત કરી સળગાવીને નાશ કરવામાં આવ્યો હતો તેમજ દુકાનદારોને કડક સૂચના આપવામાં આવી હતી કે  આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ દરમિયાન તમાકુ બીડી વસ્તુનું વેચાણ કરતા પકડાશે તો તો દુકાન સીલ કરાશે અને પોલીસ કાર્યવાહી કરવામાં આવશે પાસા કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા છાપો મારવામાં આવતા કરિયાણાની દુકાનમાં બે નંબર નો વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

error: Content is protected !!