Thursday, 21/11/2024
Dark Mode

આરોગ્ય કર્મચારીઓ “અભી નહીં તો કભી નહીં ” સંકલ્પ સાથે જલદ આંદોલનના માર્ગે:અચોક્કસ મુદતની હડતાલ પર જવા આવેદન આપ્યું

આરોગ્ય કર્મચારીઓ “અભી નહીં તો કભી નહીં ” સંકલ્પ સાથે જલદ આંદોલનના માર્ગે:અચોક્કસ મુદતની હડતાલ પર જવા આવેદન આપ્યું

આરોગ્ય કર્મચારીઓ "અભી નહીં તો કભી નહીં " સંકલ્પ સાથે જલદ આંદોલનના માર્ગે:અચોક્કસ મુદતની હડતાલ પર જવા આવેદન આપ્યુંહિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ “અભી નહીં તો કભી નહીં ” સંકલ્પ સાથે જલદ આંદોલનના માર્ગે,અચોક્કસ મુદતની હડતાલ પર જવા આવેદન આપ્યું 

 સુખસર તા.14

    ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોનો નિરાકરણ ન આવતાં મંગળવારના રોજ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવા તાલુકા આરોગ્ય અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું રાજ્ય કક્ષાએ રેલી સામૂહિક ધરણા દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં જેવા કાર્યક્રમો કરશે.

        ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર ના આંદોલન અંગેના આદેશોના કાર્યક્રમો દરમિયાન આરોગ્ય કમિશનર સાથે બેઠક પછી પણ કોઇ હકારાત્મક પ્રતિભાવ ન મળતા મહાસંઘ દ્વારા તરત આંદોલન કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી ફતેપુરા તાલુકા આરોગ્ય કર્મચારીઓ દ્વારા અભી નહિ તો કભી નહીં ના સંકલ્પ સાથે ઉગ્ર લડત સાથે જલદ આંદોલન કરવા ચોક્કસ મુદતની હડતાલ પર જવા મંગળવારના રોજ તાલુકા આરોગ્ય અધિકારીને આવેદન સુપરત કર્યું હતું રાજ્યકક્ષાએ રેલી સામગ્રીનાં દિલ્હીના જંતરમંતર ખાતે ધરણાં તેમ જ આશ્ચર્યજનક કાર્યક્રમો કરવા નો આવેદનમાં જણાવાયું હતું. બુધવારથી આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય સારવાર પ્રત્યે ઉણપ સર્જાશે તેઓ જણાઈ રહ્યું છે

error: Content is protected !!