Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં દિવાળી ટાણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરી પલાયન થઇ જતા લોકોમાં કુતુહુલ સર્જાયું

ફતેપુરા તાલુકામાં દિવાળી ટાણે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં કેટલાક વેપારીઓ દુકાનો બંધ કરી પલાયન થઇ જતા લોકોમાં કુતુહુલ સર્જાયું

હિતેશ કલાલ @ સુખસર

ફતેપુરા તાલુકામાં વિભાગના દરોડા કેટલાક સંચાલકો દુકાન બંધ કરી પલાયન. દિવાળી ટાણે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ચેકીંગ હાથ કરાતાં લોકોમાં આશ્ચર્ય બાલાસિનોર થી આવતું વિવિધ  માર્કા વાળા સીંગતેલ અને કપાસિયા નામે આવતા તેલ ની પણ તપાસ જરૂરી

ફતેપુરા તા. 16

ફતેપુરા તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા હોટલો કરિયાણાની દુકાન પાણીપુરીની લારીઓ પર  તપાસ હાથ ધરાતા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે જ્યારે દિવાળીના તહેવાર ટાણે જ તપાસ શરૂ કરાતા અનેક ચર્ચાઓ સ્થાન લીધું હતું

ફતેપુરા તાલુકા સહિત દાહોદ જિલ્લાના અન્ય વિસ્તારોમાં દિવાળીનો તહેવાર આવતા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વિવિધ દુકાનોમાં  મીઠાઈ ફરસાણ તેલ જવા વસ્તુઓના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે બુધવારના રોજ ફતેપુરા તાલુકામાં આ ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાઈ હતી જેમાં હોટલ કરિયાણાની દુકાન પાણીપુરીની લારી પાનના ગલ્લા જેવી દુકાનો પર ચેકિંગ કરાયું હતું કેટલાક હોટેલના સંચાલકો હોટલ બંધ કરીને પલાયન થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. 

આ બાબતે કેટલાક વેપારીઓ તથા ગ્રામજનોએ જણાવ્યું હતું કે આખા વર્ષ દરમિયાન આજ વસ્તુનું વેચાણ કરી છે તો આખા વર્ષમાં તો ક્યારેય પણ આવી કોઈ તપાસ આવતી નથી  ફક્ત દિવાળીનો તહેવાર આવે ત્યારે જ કેમ તપાસ કરાય છે તેઓ પણ લોકોમાં ચર્ચાતું હતું.

error: Content is protected !!