Monday, 20/09/2021
Dark Mode

બલૈયા ગામે ટેન્ડરીંગ વગર જ પાંચ કરોડની પાણી પુરવઠા  યોજનાનો ટાંકો (સંપ) બનાવી દેવાતાં આશ્ચર્ય,

બલૈયા ગામે ટેન્ડરીંગ વગર જ પાંચ કરોડની પાણી પુરવઠા  યોજનાનો ટાંકો (સંપ) બનાવી દેવાતાં આશ્ચર્ય,

હિતેશ કલાલ @ સુખસર 

બલૈયા ગામે ટેન્ડરીંગ વગર જ પાંચ કરોડની પાણી પુરવઠા  યોજના નો ટાકો (સંપ) બનાવી દેવાતાં આશ્ચર્ય, ભાણાસીમલ પાણી પુરવઠા હેઠળ સાત ગામોને પીવાનું પાણી આપવાની યોજના છે, ટેન્ડરિંગ પ્રક્રિયા હાલ ચાલુ છે : પાણી પુરવઠા અધિકારી.

સુખસર તા.07

 ફતેપુરા તાલુકાના બલૈયા ગામે ભાણા સીમળ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત સાત ગામોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે અંતર્ગત કામગીરી છ મહિનાથી  ચાલી રહી છે પરંતુ આ યોજનાની ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને હજુ ટેન્ડર જ કોઈને અપાયું નથી છતાં કામગીરી શરૂ કરી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે. પાંચ કરોડ થી વધુની રકમની આ યોજના હોવાનું પાણી પુરવઠા અધિકારી દ્વારા જણાવાયું હતું.

  ફતેપુરા તાલુકામાં ભાણા સીમળ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત શુદ્ધ પીવાનું પાણી આપવાની યોજના છે પરંતુ કરોડો રૂપિયાની યોજના નિષ્ફળ ગઈ છે લોકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેતું નથી જ્યારે ભલે આ ગામે બાવાની હાથોડ નજીક ટેકરી ઉપર આ યોજના અંતર્ગત મોટો પાણીનો ટાંકો (સંપ) બનાવવામાં આવ્યો છે. જેમાં પાઇપલાઇન કરીશ ભાણાસીમલ થી શુદ્ધ પાણી લવાશે અને પાઇપલાઇન મારફતે સાત ગામોમાં પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના છે 5 કરોડ ઉપરાંતની રકમની આ યોજના માટે સમાવેશ કરાયો છે જ્યારે આ યોજનાનો હજુ ટેન્ડરીંગ કામ જ પ્રક્રિયા હેઠળ અને કોઈને ટેન્ડર અપાયું જ ન હોવા છતાં કામ શરૂ કરી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે. તેમજ આ કામ પણ હલકી કક્ષાનુ કરવામાં આવ્યું હોવાનું  આ ગામના આગેવાન ભરતભાઈ ડીંડોર દ્વારા રજૂઆત પણ કરાઇ છે.આટલી મોટી યોજનાનું કામ ટેન્ડરિંગ વિના  કઈ રીતે કરવામાં આવી રહ્યું છે તે એક આશ્ચર્યજનક બાબત છે. આ બાબતે અહીં કામ કરતા કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે સુપર કન્ટ્રકશન દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.જોકે આ બાબતે પાણી પુરવઠા અધિકારી દાહોદ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે નર્મદા હાફેશ્વર યોજનામાં બચેલ રકમ નું કામ બલૈયા ગામે કરવામાં આવ્યું છે. તેમજ ભાણાસીમલ થી પાઇપલાઇન કરી આ બનાવેલ ટાકા (સંપ) માં નાખવામાં આવશે અને ત્યાંથી પાઈપ લાઈન કરી ગામડાઓમાં પીવાના પાણીની યોજના છે પાંચ કરોડ ઉપરાંતના ખર્ચે યોજના મંજૂર થઈ છે જેનું ટેન્ડરિંગ પ્રક્રિયા હાલ ચાલુ છે ટેન્ડર આપવામાં આવ્યું નથી.

 બલૈયા ગામે પાણીનો મોટો ટકો બનાવવામાં આવી રહ્યો છે જેમાં હલકી કક્ષાનું કામ કરવામાં આવી રહ્યું છે કામગીરી હજુ ચાલુ છે  તિરાડો પડી ગઇ છે ટકાની  નીચે પ્રાથમિક શાળા આવેલી છે લિકેસ થાય તો પાણી શાળામાં ઘુસવાની  શક્યતા રહેલી છે.

( ભરતભાઈ ડીંડોર આગેવાન બલૈયા).

error: Content is protected !!