Tuesday, 16/04/2024
Dark Mode

સંતરામપુર સીટી સર્વે કચેરીને ખંભાતી તાળું : અરજદારોને ધક્કા ખાવાનું વારો

સંતરામપુર સીટી સર્વે કચેરીને ખંભાતી તાળું : અરજદારોને ધક્કા ખાવાનું વારો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.02

સંતરામપુર સીટી સર્વે કચેરી ને ખંભાતી તાળું સંતરામપુર નગરમાં આવેલી સિટી સર્વે ની કચેરી અઠવાડિયામાં સોમ મંગળ અને બુધ ખોલવા અને તેની નકલ મળશે આ રીતના બોર્ડ મારવામાં આવ્યો છતાં છેલ્લા એક માસથી આ કચેરી ખોલવામાં આવતી જ નથી સંખ્યાબંધ અરજદારો પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે ધરમ ધક્કા ખાય છે તેમ છતાં આ કચેરી ખોલવામાં આવતી જ નથી આના કારણે સંખ્યાબંધ અરજદારો પોતાની કામગીરી અટકી ગયેલી જોવા મળે છે દિનપ્રતિદિન આ કચેરી કામગીરી ગોકુળ ગતિ અને ખાડે ગયેલી જોવા મળેલી છે અરજદારો આ કચેરીમાં પોતાના કામ અર્થે આવતો હોય છે પણ મન હોવાના કારણે બંધ હોવાના કારણે પાછા ફરતા હોય છે એક મહિનાથી આ કચેરી ખોલવામાં આવી જ નથી સિટી સરવે કચેરી એકવાર ખોલવામાં આવી પણ અધિકારી હાજર રહ્યા આ રીતના કચેરીનો વહીવટ ખાડે ગયેલો જોવા મળ્યો છે સરકારી તંત્ર ખાડે ખાડે ગયેલા વહીવટથી અને ભોગવી રહેલી પ્રજા આ રીતે કચેરીઓનો અંધેર વહીવટ ઉચ્ચ અધિકારીઓ આ સિટી સરવે કચેરી કેમ બંધ રહી હતી કેમ અધિકારી આવતા નથી તેની ઉંડાણપૂર્વકની તપાસ કરવી જોઈએ ascii સર્વેની કચેરીમાં સર્વેયર કેમ હાજર નથી રહેતા કેમ કચેરી ખોલવામાં આવતા નથી સંખ્યાબંધ સંતરામપુરના અરજદારો પૂછી રહ્યા છે આવી તે મુજબ સીટી સર્વે કચેરી ખોલવામાં આવે અને રેગ્યુલર માં સર્વે અધિકારી નિમણૂક કરવામાં આવી સંતરામપુર નગરજનોની માંગણી છે. 

error: Content is protected !!