શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
-
ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખને બિનહરીફ થયેલ વરણી
-
ફતેપુરા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ વરણી થતાં તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
-
મામલતદાર અને અધ્યાસી અધિકારી વી. એન. પરમારની અધ્યક્ષતામાં ચૂંટાયેલા સભ્યોની મીટીંગ યોજાઇ
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા પંચાયતના સભાખંડમાં આજ રોજ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરની બિનહરીફ કરવામાં આવેલ હતી.આજરોજ ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખને વરણી માટે ચૂંટણી યોજવામાં આવેલ હતી.જેમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય પ્રમુખ રમીલાબેન દિનેશભાઈ પારગી અને ઉપપ્રમુખ પર્વતભાઈ જગજી ભાઈ તાવિયાડની બિન હરીફ વરણી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા.