સિંગવડ તાલુકાની રાષ્ટ્રીયકૃત બેંક ઓફ બરોડા બે દિવસની હડતાલમાં જોડાતા બેન્કમાંથી રૂપિયાની લેવડ-દેવડ કરવા માટે બેન્કના ખાતેદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગી કરવામાં આવતા આ બેંકના અધિકારીઓ દ્વારા બેંકો ખુલ્લી રાખી હતી.પરંતુ બેંકોમાં કામકાજ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો.જેના પગલે ગામડાની પ્રજાને રૂપિયા લેવા માટે તથા લગ્નગાળાની સીઝન ચાલતી હોય જ્યારે શનિ-રવિની રજા આવી જતા લોકોને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બેંકમાં રૂપિયા નહીં મળતા તેમના કામો ખોરંભે પડયા હતા.આ રીતે બેંકોની હડતાલના લીધે ગામડાની પ્રજાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.