Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરા:તાલુકા-જિલ્લા પંચાયત બેઠકના પ્રચારમાં જોડાયેલા પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવતા ઉમેદવારો સહિત ટેકેદારો:ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષોને તાલુકા-જિલ્લા પંચાયત બેઠકની ટિકિટોની ફાળવણી તરફ જોતા ચોક્કસ ઉમેદવારની જીતની આગાહી ખોટી સાબિત થવાના એંધાણ.

ફતેપુરા:તાલુકા-જિલ્લા પંચાયત બેઠકના પ્રચારમાં જોડાયેલા પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવતા ઉમેદવારો સહિત ટેકેદારો:ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષોને તાલુકા-જિલ્લા પંચાયત બેઠકની ટિકિટોની ફાળવણી તરફ જોતા ચોક્કસ ઉમેદવારની જીતની આગાહી ખોટી સાબિત થવાના એંધાણ.

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકામાં તાલુકા-જિલ્લા પંચાયત બેઠકના પ્રચાર કાર્યમાં જોડાયેલા પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવતા ઉમેદવારો સહિત ટેકેદારો:ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષોને તાલુકા-જિલ્લા પંચાયત બેઠકની ટિકિટોની ફાળવણી તરફ જોતા ચોક્કસ ઉમેદવારની જીતની આગાહી ખોટી સાબિત થવાના એંધાણ.

 સુખસર,તા.૨૧

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે.જેમાં તાલુકા પંચાયતની અઠ્ઠાવીસ બેઠકો તથા જિલ્લા પંચાયતની છ બેઠકો માટે કોંગ્રેસ-ભાજપ તથા અન્ય પક્ષો વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે. અને તમામ પક્ષો દ્વારા ક્યાંકને ક્યાંક ટિકિટ ફાળવણીમાં ઉમેદવારોને અન્યાય થયો હોવા બાબતે કેટલીક જગ્યાએથી બૂમો ઊઠી રહી છે.ત્યારે કેટલાક ઉમેદવારોને બાદ કરતા કોઇપણ પક્ષના અનેક ચોક્કસ ઉમેદવારની બહુમતીથી જીત થશે તેમ છાતી ઠોકીને કોઈ કહી શકે તેમ નથી. જ્યારે ગણતરી મુજબના પરિણામના પાસા અવળા પડે તેમ પણ જણાઈ રહ્યું છે. ત્યારે ઉમેદવારો સહિત તેમના ટેકેદારો હાલ ગ્રામ્ય વિસ્તારના મતદારો સાથે દિવસ-રાત મિટિંગો યોજી વોટ પોતાને આપવા વિવિધ તરકીબો અજમાવી રહ્યા છે.અને તમામ પક્ષના ઉમેદવારી નોંધાવેલ ઉમેદવારો સહિત તેમના ટેકેદારો દ્વારા પોતાની જીત નિશ્ચિત હોવાનું જણાવી મતદારોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે.
ફતેપુરા તાલુકામાં આવનાર ગણતરીના દિવસોમાં તાલુકા-જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારની ચૂંટણી યોજાનાર છે.ત્યારે હાલ તાલુકાના ઉમેદવારો સહિત તેમના ટેકેદારો ચૂંટણી પ્રચારના રંગે રંગાઈ ચૂક્યા છે. જીતના ખ્વાબમાં મતદારોને પોતાની તરફ આકર્ષી મત પોતાના પક્ષને આપવા વચનોની લહાણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક ઉમેદવારો અને તેમના ટેકેદારો એકબીજાના પક્ષના ભૂતકાળની યાદ અપાવી મત મેળવવા મતદારોને કોણીએ ગોળ લગાવી રહ્યા છે.બીજી બાજુ મતદારો પણ કોઇપણ પક્ષના ઉમેદવારને ચૂંટણી પ્રચાર દરમિયાન અમારો મત આપને જ મળશેના આશ્વાસન આપી રીઝવી રહ્યા છે.ત્યારે ઉમેદવારો સહિત તેમના ટેકેદારોમાં ઉત્સાહનો આનંદ જોવા મળી રહ્યો છે.પરંતુ મતદારોમાં જાગૃતિ છે,મતદારોને એકબીજા પક્ષની કમીઓની યાદી આપવાથી મતદારો સહેલાઇથી કોઈપણની સાથે પડી જાય તેટલા અબુધ નથી.અને મતદારો પણ પોતાના માનીતા ઉમેદવાર સહિત તેના પક્ષને જીત તરફ લઈ જવામાં કોઈ કચાસ તો છોડશે નહીં તેમ પણ જણાઈ રહ્યું છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય પક્ષ ભાજપ તથા કોંગ્રેસના કેટલાક ચૂંટણી લડવા યોગ્ય ઉમેદવારોની બાદબાકી થતા પોતાના માનીતા પક્ષને છોડી અન્ય પક્ષોનો સહારો લીધેલ છે.અને તેઓ પણ પોતાની જીત માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.પરંતુ જે-જે ઉમેદવારોએ પોતાના પક્ષથી વિમુખ જઇ ઉમેદવારી નોંધાવેલ છે તેઓ કેટલાક ઉમેદવારોને જીત તરફ જતા અવરોધ ઊભો કરી શકશે તેમ પણ જણાઈ રહ્યું છે.જ્યારે ક્યાંક એવું પણ બની શકે કે લાયક ઉમેદવાર સામાન્ય મતોથી પાછળ રહે અને બેની લડાઈમાં ત્રીજો પણ ફાવી જાય તે બાબતને પણ નકારી શકાતી નથી. એકંદરે ભાજપ-કોંગ્રેસથી વિખુટા પડેલા અને અન્ય પક્ષમાં જોડાયેલા ઉમેદવારો આ બન્ને પક્ષોને વત્તાઓછા પ્રમાણમાં નુકસાન પહોચાડશે તેવું પણ જણાઈ રહ્યું છે. જેના લીધે પણ ફતેપુરા તાલુકામાં તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી રસાકસી ભરી રહેશે તેમાં કોઈ બેમત નથી.

ફતેપુરાના સંવેદનશીલ મતદાન મથકો પર શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્રે કવાયત શરૂ કરી

ફતેપુરા તાલુકામાં કેટલાક ચૂંટણી બુથ મતદાન કેન્દ્રો ઉપર અગાઉના સમયમાં ચૂંટણી સમય દરમિયાન ઝઘડા તકરાર અને મારામારીનાં બનાવો બની ચૂકેલા છે.તેના અનુસંધાને તાલુકા-જિલ્લા વહીવટી તંત્રો દ્વારા પણ હાલથી જ ચૂંટણી કાર્ય શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને પૂર્ણ થાય તેના માટે તમામ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અને વહીવટી તંત્રોની કામગીરી જોતા ચૂંટણી કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવું પણ જણાઈ રહ્યું છે.તેમ છતાં ફતેપુરા તાલુકામાં આવેલા મતદાન કેન્દ્રો ઉપર મતદાન સમયે તાલુકા-જિલ્લાના વહીવટી તંત્રો દ્વારા ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે.

રાજકીય પક્ષોના લાયક ઉમેદવારોનીના પત્તાં કપાતા નારાજગી સાથેનું અકળ મૌન:પરિણામો પર અસર પડવાના એંધાણ 

ફતેપુરા તાલુકામાં કેટલાક પક્ષના ચૂંટણી લડવા અને યોગ્ય લાયક ઉમેદવારોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાદબાકી કરાતા તેઓ હાલ પોતાના પક્ષની સાથે મને કમને મૌન ધારણ કરીને પક્ષને વળગી રહેલા જણાય છે.પરંતુ તેઓનું અકળ મૌન પરિણામો ઉપર અસર પડી શકે તેવા અણસાર પણ જણાઈ રહ્યા છે.

error: Content is protected !!