Thursday, 20/01/2022
Dark Mode

ફતેપુરા:આચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોની મીટીંગ યોજાઇ

ફતેપુરા:આચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોની મીટીંગ યોજાઇ

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરા તાલુકા પંચાયતના ઉમેદવારો તેમજ 6 જિલ્લા પંચાયતના ઉમેદવારોની મીટીંગ યોજાઇ

  • આચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની ઉમેદવારોની મીટીંગ યોજાઇ

  • ઉમેદવારો જો હિસાબો સમયમર્યાદા મા રજૂ નહીં કરે તો પોલીસ ફરિયાદ થઈ શકે છે અને ભવિષ્યમાં ચૂંટણી પણ લડવાના મળે :- આર. વી.ગામીતી ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર

ફતેપુરા તા.21

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ કે દેસાઇ સ્કૂલના પટાંગણમાં તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતને ચૂંટણી લડતા ઉમેદવારો ની આચાર સહિતા ચૂંટણી ખર્ચના હિસાબો તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર આર વી મી ગામીતી ડી.વાય.એસ.પી બી.વી. જાદવ તાલુકા ચૂંટણી અધિકારી અને મામલતદાર પી એસ પરમાર ચૂંટણી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી પી.એસ .આંમલીયાર ફતેપુરા પી.એસ.આઇ. સી.બી બરંડા સુખસર પી એસ આઇ પોલીસ સ્ટાફ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો હાજર રહ્યા હતા મામલતદાર પરમાર દ્વારા સુચના આપવામાં આવી હતી કે દરેક ઉમેદવારો એ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી એવું કોઈપણ કૃત્ય કરવું નહીં કે જેથી અમોને કે પોલીસને ફરિયાદ દાખલ કરવા ને ફરજ પડે તેમજ નાયબ કલેકટર ગામીતે જણાવ્યું હતું કે કે દરેક ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના હિસાબો ફરજિયાત રજુ કરવા પડશે નહીં તો તેઓની સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ શકે છે અને ભવિષ્યમાં ચૂંટણી પણ લડવા ના મળે મતદાનના દિવસે દરેકે ફરજિયાત માસ પહેરીને મતદાન કરવા માટે આવવું ડી.વાય.એસ.પી .જાદવ જણાવ્યું હતું ચૂંટણીના દિવસે કે ચુંટણી દરમિયાન કોઈપણ એ કાયદો હાથમાં લેવો નહીં અને મતદાનના દિવસે ચૂંટણી એજન્ટ અને ઉમેદવાર શિવાય કોઈપણ અન અધિકૃત વ્યક્તિએ મતદાન કેન્દ્રમાં પ્રવેશ કરવો નહીં વગેરે ચુંટણીને લગતી ઉમેદવારોને અધીકારીઓ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવેલ હતી.

error: Content is protected !!