Monday, 17/01/2022
Dark Mode

એક સપ્તાહ પૂર્વે દાહોદ તાલુકાના બોરવાણી રેલવે લાઈન પાસેથી હત્યાં કરી ફેંકાયેલી લાશનો ભેદ ઉકેલાયો:એક મહિલાએ અંગત અદાવતે દેશી તમંચા વડે મોતને ઘાટ ઉતાર્યા બાદ બે સગીરતોની મદદથી લાશને રેલવે લાઈન પાસે ફેંકયાની કરી કબૂલાત:પોલિસે 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૦

રેલવે લાઈન પાસેથી મળેલી લાશની તસ્વીર 

એક સપ્તાહ પુર્વે દાહોદ તાલુકાના બોરવાણી ગામે જંગલ વિસ્તારમાં રેલ્વે પાટાની નજીક લાશ મળી આવી હતી. આ ઘટનામાં મૃતકના શરીરે બોથડ પદાર્થા મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું પોલીસને માલુમ પડતાં દાહોદ તાલુકા પોલીસ, એલ.સી.બી.પોલીસ સહિતની ટીમે આ કેસમાં તપાસનો ધમધમાટ આરંભતાં એક મહિલા દ્વારા અંગત અદાવતે દેશ હાથ બનાવટની તમંચા વડે હત્યા કરી હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. મહિલા દ્વારા આ યુવકની હત્યા કરાયા બાદ તેની લાશને રફેદફે કરવા માટે અન્ય બે ઈસમોની મદદ લેતાં પોલીસે આ બનાવમાં મહિલા સહિત ત્રણ જણાની અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તા.૧૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સવારના ૦૭.૦૦ કલાકે બોરવાણી ગામે ખાયા ફળિયાના જંગલમાં રેલ્વે લાઈનની નજીકમાં રામપુરા ગામના મેડા ફળિયામાં રહેતા રમુડાભાઈ મનસુખભાઈ મેડા (ઉ.વ.૪૦) ને બોથડ પદાર્થ મારી ગંભીર ઈજાઓ કરી મોઢાના ભાગે, છાતીના ભાગે ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આ બાદ લાશનો નિકાલ કરવાનો પ્રયત્ન કરી આ વિસ્તારમાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાની કોશીષ કરી હતી. આ સમગ્ર ઘટના સંદર્ભે ઉચ્ચસ્તરીય તપાસના આદેશો મળતાં દાહોદ તાલુકા પોલીસ તેમજ સાથે દાહોદ એલ.સી.બી.પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરતાં સૌ પ્રથમ પુછપરછોના આરંભ સાથેજ દાહોદ તાલુકાના રામપુરા ગામે રહેતી સુરતાબેન વસનભાઈ ભુરીયાની સઘન પુરછપરછ કરતાં ઘટનાની હકીકત પરથી પડદો ઉચકાયો હતો. આ મહિલા દ્વારા કબુલાત કરી હતી કે, મૃતક રમુડાભાઈ જાેડે ઝઘડો તકરાર થયો હતો તેમજ આ સુરતાબેન સાથે રમુડાભાઈએ જબજસ્તી કરવાનો પ્રયાસ કર્યાે હતો. આ બાબતે પંચ પણ ભેગુ કરવામાં આવ્યું હતું જ્યારે રૂપિયા આપવાનું નક્કી થયું હતુ પરંતુ મૃતક રમુડાભાઈએ મહિલા સુરતાબેનને રૂપીયા ન આપતાં આ બાબતે તેમજ સમાજમાં ઈજ્જત જવાની લીધે આ મહિલાએ દ્વેષભાવ રાખી રમુડાભાઈને મારી નાંખવાનું નક્કી કર્યું હતું અને તારીખ ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ મૃતક રમુડાભાઈને મળવા બોલી દેશી હાથ બનાવટના તમંચા વડે ગોળી મારી તેમજ બોથડ પદાર્થ વડે શરીરે,પેટના ભાગે તેમજ છાતીના ભાગે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. લાશનો નિકાલ કરવા તથા મૃતકની લાશનો નિકાલ કરવા માટે સહ આરોપી વસનભાઈ રમસુભાઈ ભુરીયા (રહે.રામપુરા) દ્વારા હત્યામાં વપરાયેલ દેશી હાથ બનાવટનો દેશી તમંચો લઈ આપ્યો હતો. આ ઘટનામાં વધુ બે વ્યક્તિઓ દ્વારા લાશને સગેવગે કરવામાં મદદગારી કરી હોવાનું પણ પોલીસની સામે આવતાં આ સિવાય વધુ પાંચ જેટલા આરોપીઓ જેમાં કાયદાના સંઘર્ષમાં એક બાળક પણ આવ્યો છે. આ તમામ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

error: Content is protected !!