Friday, 18/04/2025
Dark Mode

ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યકાળમાં સરકારી યોજનામાં ગેરરીતીના મામલામાં ફરજ પરથી મોકૂફ કરાયાં

ઝાલોદ નગરપાલિકા ચીફ ઓફિસરના કાર્યકાળમાં સરકારી યોજનામાં ગેરરીતીના મામલામાં ફરજ પરથી મોકૂફ કરાયાં
  જીગ્નેશ બારીયા, દાહોદ /દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન આણંદના પેટલાદ નગરપાલિકામાં કેટલીક સરકારી યોજનાઓ હેઠળ પોતાની કામગીરી દરમિયાન થયેલી ગેરરીતિમા ખાતાકીય તપાસ શરૂ થતા આ ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, ભાવનગર ઝોન ભાવનગર ખાતે રહેવાનો હુકમ સેક્શન અધિકારી, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય,ગાંધીનગર કરાતાં ઝાલોદ નગર પાલિકામાં ચૂંટણી ટાણે સોપો પડી જવા પામ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, હિરલબેન હરીરાય ઠાકર ચીફ ઓફિસર (વર્ગ – ૨) ઝાલોદ નગરપાલિકા, જિ.દાહોદ સામે તા.૧૯.૦૩.૨૦૧૮ થી તા. ૨૧.૦૮.૨૦૨૦ દરમ્યાન ચીફ ઓફિસર, પેટલાદ નગરપાલિકા તરીકે ફરજ બજાવતાં હતા તે સમયે તેમના દ્વારા પેટલાક નગરપાલિકામાં સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ યોજના હેઠળ નવીન ટાઉન હોલ બનાવવાની કામગીરીમાં આચરાવામાં આવેલ ગેરરીતી સંબંધમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવાની બાબતે વિચારણા હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ બાબતે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ કારણોસર તેઓને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોઈ તેઓને તાત્કાલિક અસરથી ફરજ મોકુફી હેઠળ મુખ્ય મથક પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓ, ભાવનગર મુકવામાં આવ્યાં છે. આ હુકમ સેક્શન અધિકારી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર દ્વારા કરવામાં આવતાં દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના સમયે ઝાલોદ પાલિકાના નગરપાલિકા આલમમાં ચકચારમ મચી જવા પામી હતી.

———————————–

error: Content is protected !!