Friday, 28/03/2025
Dark Mode

ફતેપુરા તાલુકાની 28 બેઠકો માટે 5 પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો વચ્ચે જામશે જંગ…

ફતેપુરા તાલુકાની 28 બેઠકો માટે 5 પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો વચ્ચે જામશે જંગ…

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયતની ૨૮ સભ્ય સીટો માટે 6 પક્ષો વચ્ચે યોજાનારી ચૂંટણી જંગ

ફતેપુરા તા.17

ફતેપુરા તાલુકા પંચાયતની 28 સભ્ય સીટો માટેની ચૂંટણી તારીખ 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ફતેપુરા તાલુકા પંચાયતની ૨૮ સભ્યોએ સીટો માટે 91 ઉમેદવાર ઓ એ ચૂંટણી મેદાનમાં છે જેમાંથી મતદારોએ ૨૮ ઉમેદવારોને તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચુંટાઈ કાઢીને તાલુકા પંચાયત માં મોકલવાના છે આ વખતે ની સ્થાનિક પંચાયત ની ચૂંટણીમાં ભારે રસાકસી અને ગરમાવો જોવા મળે છે તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપરાંત બીજા 4 પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું હોય 6 પક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જીતવા માટે ભારે રસાકસી જામવાની શક્યતાઓ જોવાઈ રહી છે હાલ તો દરેક પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચાર જોર શેરમા શરૂ કરી દીધેલ છે

ફતેપુરા તાલુકા પંચાયત 28 સભ્યોની સીટો માટે કયા પક્ષે કેટલા ઉમેદવારો ઊભા રાખ્યા છે તેની યાદી

ફતેપુરા તાલુકાની 28 બેઠકો માટે 5 પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો વચ્ચે જામશે જંગ...

(1 ) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ૨૮ ઉમેદવારો

(2 )ભારતીય જનતા પક્ષ ૨૮ ઉમેદવારો

(3)  આમ આદમી પાર્ટી 1 ઉમેદવાર

(4 )અન્ય પક્ષના ૧૭ ઉમેદવારો

(5)  ભારતીય સામ્યવાદી પક્ષ 3 ઉમેદવારો

(6 )અપક્ષ 14 ઉમેદવારો

error: Content is protected !!