વધુ મળતી માહિતી ઝાલોદ બાયપાસ રોડ ઉપર દારૂ ભરેલી i10 ફોર વહીલ ગાડી ગાડી પુરઝડપે આવી રહી હતી.અને ફોરવહીલ ગાડીના ચાલકે કાબુ ગુમાવતા તેવામાં બાયપાસની સાઈડમાં ઉભેલી લોડીંગ ગાડીમાં i10 ગાડી પાછળથી ભરાઈ જતા i10 માં અચાનક આગ લાગતા ગાડીમાં સવાર બે વ્યક્તિઓએ બહાર નીકળવા પ્રયાસ કર્યું હતું. પરંતુ આગે જોતાં જોતાંમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બે જણા અને બળીને ખાખ થઇ ગયા હતા. બનાવની જાણ ઝાલોદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી