ફતેપુરા તાલુકા પંચાયત B.T.P. ની બનશેનો હુંકાર કરતા પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઈ પારગી:ભાજપથી છેડો ફાડી B.T.P. માં સામેલ થઈ જિલ્લા પંચાયતનું ઉમેદવારીપત્ર ભર્યું

Editor Dahod Live
1 Min Read


 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયત B.T.P. ની બનશેનો હું કાર કરતા પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઈ પારગી,ભાજપથી છેડો ફાડી B.T.P. માં સામેલ થઈ જિલ્લા પંચાયતનું ઉમેદવારીપત્ર ભર્યું

ફતેપુરા તા.23

    ફતેપુરા તાલુકાના પંચાયતની ચૂંટણી રસાકસી ભરી બનવાના એંધાણ જોવાઈ રહ્યા છે ભારતીય જનતા પક્ષમાં અદના કાર્યકર તરીકે ની વર્ષોથી સેવા કરતા છતાં પણ પક્ષ દ્વારા કદર ન કરી જિલ્લા પંચાયતની સીટની ફાળવણી નહિ કરવામાં આવતા ફતેપુરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ તેમજ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પારગી ભાજપથી છેડો ફાડી કાર્યકરો કાર્યકર્તાઓ સાથે btp માં જોડાઈને ધુધસ જિલ્લા પંચાયતની સીટ પર ઉમેદવારી કરતા તાલુકામાં જગ્યા મચી જવા પામેલ છે તેમજ ધુધસ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ થયેલા ફતેપુરા તાલુકા પંચાયતની સભ્ય માટે btp ના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે btp ના ઉમેદવાર બાબુભાઈ પારગી ના જણાવ્યા અનુસાર ફતેપુરા તાલુકા પંચાયતની તમામ 28 સીટો પર btp ના ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યા છે અને તાલુકા પંચાયત btp બનાવવાની છે નો હું કાર કરેલ હતો તેઓની સાથે માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન પારસીંગભાઈ B.T.P. માં જોડાઈને તાલુકા પંચાયતના બીટીપીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવેલ છે

Share This Article