Tuesday, 16/04/2024
Dark Mode

સ્થાનિક સ્વરાજની ચૂંટણી…. દાહોદ જિલ્લામાં ત્રીજા દિવસે 35 ચૂંટણી ફોર્મ ભરાયા: દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસ તેમજ અપક્ષ મળી 7 લોકોએ ઉમેદવારી નોંધાવી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી…. દાહોદ જિલ્લામાં ત્રીજા દિવસે 35 ચૂંટણી ફોર્મ ભરાયા: દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસ તેમજ અપક્ષ મળી 7 લોકોએ ઉમેદવારી નોંધાવી

જીગ્નેશ બારીયા :- દાહોદ 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી…. દાહોદ જિલ્લામાં ત્રીજા દિવસે 35 ચૂંટણી ફોર્મ ભરાયા: દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસ તેમજ અપક્ષ મળી 7 લોકોએ ઉમેદવારી નોંધાવી

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મનો ઉપાડ કરવાનો સિલસીલો યથાવત્‌ રહ્યો છે. આજે જિલ્લા પંચાયતની બેઠક માટે કુલ ૧૨૬ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૦૪ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતમાંથી ૫૨૯ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ૨૮ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને તેવી જ રીતે દાહોદ અને ઝાલોદ નગરપાલિકામાંથી આજે કુલ ૬૮ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જેમાંથી ૦૭ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં.

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ઉત્સકુતા વધવા માંડી છે. ઉમેદવારો દ્વારા ફોર્મ ઉપાડવાની અને ભરવાનો સિલસીલો ચાલી રહ્યો છે. તારીખ ૦૮મી ફેબ્રુઆરીના રોજ જિલ્લા પંચાયત માટે કુલ ૨૨૬ ફોર્મનું વિતરણ થયું હતું જેમાંથી એકપણ ઉમેદવાર દ્વારા હાલ સુધી ફોર્મ ભરવામાં આવ્યું નથી. તારીખ ૦૯મી ફેબ્રુઆરીના રોજ ૨૧૦ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું માત્ર એક ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને તે ઝાલોદ તાલુકાનો સમાવેશ થાય છે.આજે તારીખ ૧૦મી ફેબ્રુઆરીના રોજ ૧૨૬ જેટલા ફોર્મનું વિતરણ થયું હતું જેમાંથી આજે ૦૪ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું અને જે ઝાલોદ અને સંજેલી તાલુકાનો સમાવેશ થાય છે. વાત કરીએ તાલુકા પંચાયતની તો તાલુકા પંચાયતમાંથી તારીખ ૦૮મી ફેબ્રુઆરીના રોજ કુલ ૧૦૨૪ ફોર્મનું વિતરણ થયું હતું અને જેમાંથી ૦૨ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતા અને તે ગરબાડા અને દાહોદનો સમાવેશ થાય છે. તારીખ ૦૯મી ફેબ્રુઆરીના રોજ ૧૭૪ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જેમાંથી ૦૩ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં અને તે ત્રણેય – ત્રણેય ફોર્મ દાહોદમાંથી ભરાયાં હતાં. તારીખ ૧૦મી ફેબ્રુઆરીના રોજ ૫૨૯ ફોર્મનું વિતરણ થયું હતું જેમાંથી ૨૮ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતા અને તે પૈકી સીંગવડમાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૪, ઝાલોદમાંથી ૦૫, દાહોદમાંથી ૦૨ અને સંજેલીમાંથી ૧૬ ઉમેદવારોનો સમાવેશ થાય છે. દાહોદ અને ઝાલોદ નગરપાલિકાની વાત કરીએ તો તારીખ ૦૮મી ફેબ્રુઆરીના રોજ આ બે નગરપાલિકા માટે કુલ ૩૬૨ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જેમાંથી તે દિવસે એકપણ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યુ ન હતું જ્યારે તારીખ ૦૯મી ફેબ્રુઆરીના રોજ ૫૩ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાંથી માત્ર દાહોદ નગરપાલિકામાંથી ૦૧ ફોર્મ ભરવામાં આવ્યું હતું અને આજરોજ તારીખ ૧૦મી ફેબ્રુઆરીના રોજ આ બંન્ને પાલિકાઓમાંથી કુલ ૬૮ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાંથી ૦૭ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યાં હતા.જેમાં વોર્ડ નં .3 માં સોનલ રવિ આહારી, સામાન્ય સ્ત્રી અપક્ષ , વોર્ડ નં .4 જગદીશ છગનલાલ રાઠોડ , અપક્ષ વોર્ડનં .5 માં ચૌહાણ મહિપાલ સજ્જનસિંહ , ઓ.બી.સી અપક્ષ રાજેશ અનાર સાંસી , સામાન્ય અપક્ષ સંદીપ કાલીદાસ બારીયા , અપક્ષ તેમજ દિનેશ સીકલીગર કોંગ્રેસ વોર્ડ નં .7 દ્રારા પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા.અને તે સાતેય ફોર્મ દાહોદ નગરપાલિકાનો સમાવેશ થાય છે.

——————-

error: Content is protected !!