Friday, 19/04/2024
Dark Mode

સીંગવડમાં MGVCL ના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને આડેધડ વીજબીલ બનાવી આપતાં આશ્ચર્ય:લોકોમાં રોષ ફેલાયો

સીંગવડમાં MGVCL ના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને આડેધડ વીજબીલ બનાવી આપતાં આશ્ચર્ય:લોકોમાં રોષ ફેલાયો

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓમાં જીઇબીના લાઈટ બિલ બનાવતા અધિકારીઓ દ્વારા મરજી માફક બિલ બનાવવામાં આવતા આશ્ચર્ય:લોકોમાં રોષ ફેલાયો

સીંગવડ તા.30

સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓમાં મધ્ય ગુજરાત જીઇબીના લાઈટ બિલ બનાવતા અધિકારીઓ દ્વારા લાઈટ બીલ બનાવવા જતા હોય છે.તો તે એક જ જગ્યાએ બેસીને આખા ફળિયાના બિલ બનાવી દેવામાં આવે છે.જ્યારે ખરેખર લાઈટનું મીટર દેખીને બીલ બનાવવાની જગ્યાએ ઉચ્ચક બિલ બનાવી દેવામાં આવતા ગામડાના લોકોને જીઈબીના બિલો ભરવાનો વારો આવતો હોય છે. જ્યારે જીઇબીના લાઈટ બિલ બનાવતા અધિકારીઓ દ્વારા ઘણી વખત ચાર ચાર મહિનાના સમયના બિલ બનાવવામાં આવતા હોય છે. જે ગામડાની ગરીબ પ્રજાને ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે જીઇબીના વીજગ્રાહકોને ત્યાં ખાલી બેથી ચાર બલ્બ બળતા હોય છે.તેવાને 5000 થી 6000 રૂપિયા ચાર મહિનાના બિલ ભરવા મજબૂર થવું પડે છે.કેમ કે સરકાર દ્વારા જીઈબીનું ખાનગીકરણ કરવા આવતા જીઈબી દ્વારા મનફાવે તેમ ગામડાની ગરીબ પ્રજા પાસે લાઈટ બિલ ના પૈસા લેવામાં આવતા હોય છે.જ્યારે હમણાં મંડેર ગામના વીજ ગ્રાહકને 19.8.2020 ના રોજ નવું મીટર આપવામાં આવ્યું હતું.તેને છ મહિના જ થયા ત્યાં તો તેને ડિસેમ્બર અને જાન્યુઆરી નું બિલ 12,620 રૂપિયા આપવામાં આવ્યું હતું.અને તેને 19.10.2020 ના રોજ 200 રૂપિયા ભર્યા હતા.તેનો આ બિલમાં કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી.આ લાઈટ બિલ જોઈને ગ્રાહક વિચારમાં પડી ગયો હતો.આવા તો કેટલાય વીજ ગ્રાહકોના લાઈટ બિલો મનફાવે તેમ જીઈબી ખાતાના અધિકારીઓ દ્વારા બિલ બનાવવામાં આવે છે.અને ગામડાની ગરીબ પ્રજાને તે રૂપિયા ભરવા મજબૂર થવું પડે છે. સરકાર દ્વારા વીજ કંપનીના લાઈટ બીલ બનાવવા માટે કોન્ટ્રાકટ આપતાં કોન્ટ્રાકટરો દ્વારા મનફાવે તેવું લાઈટ બિલ ગ્રાહકો પાસેથી વસૂલ કરવામાં આવતું હોય છે. માટે સિંગવડ તાલુકાની ગામડાની ગરીબ પ્રજાની રજૂઆત છે કે આ લાઈટ બિલ બનાવતા અધિકારીઓ દારા મીટર ચકાસણી તેમજ  સમયસર બનાવવામાં આવે તેવી માંગ છે.જેના લાઈટ બિલ વધારે આવ્યા છે. ત્યાં તપાસ કરી અને વ્યવસ્થિત બિલ આપે તેવી જીઈબીના ગ્રાહકોની માંગ છે

error: Content is protected !!