Friday, 25/06/2021
Dark Mode

દાહોદમાં પતંગનો દોરો ઘાતક નીવડ્યો:શહેરમાં બે જુદા-જુદા એક્ટિવવા ચાલક બે વ્યક્તિઓના પતંગના દોરાથી ગળું કપાયું: સારવાર અર્થે દવાખાને ખસેડાયા

દાહોદમાં પતંગનો દોરો ઘાતક નીવડ્યો:શહેરમાં બે જુદા-જુદા એક્ટિવવા ચાલક બે વ્યક્તિઓના પતંગના દોરાથી ગળું કપાયું: સારવાર અર્થે દવાખાને ખસેડાયા

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૫

દાહોદ શહેરમાં એક્ટીવા પર પસાર થઈ રહેલ એક યુવકનું ગળે પતંગના દોરાથી કપાઈ જતાં તેને ૩૩ ટાકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસની અંદર પતંગના દોરાથી દાહોદમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં છે.

અગાઉ દાહોદ શહેરના પડાવ વિસ્તાર ખાતે પતંગના દોરાથી એક રાહદારીનું માથું કપાઈ જતાં અંદાજે ૧૨ થી ૧૫ ટાકા આવ્યા હતાં ત્યારે ગતરોજ ઉત્તરાયણ પર્વના દિવસે દાહોદ શહેરમાં રહેતો એક યુવક પોતાની એક્ટીવ ગાડી લઈ પસાર થઈ રહ્યો હતો તે સમયે પતંગનો ધારદાર દોરો આ યુવકના ગળામાં ફરી વળતાં

લોહીલુહાણ થઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા આ યુવકને તાત્કાલિકા નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યારે તબીબો દ્વારા ઈજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગળાના ભાગે ૩૩ ટાકા લેવાની પકજ પડી હતી. હાલ આ યુવકની તબીયત સારી છે પરંતુ ઈજાની ગંભીરતાને કારણે તેને હોસ્પિટલમાંજ સારવાર અર્થે રખાયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આમ, ઉત્તરાયણ પર્વ ઘણા માટે ખુશીનો દિવસ રહ્યો તો ઘણા માટે દુઃખદ પણ રહેવા પામ્યો હતો.

——————————–

error: Content is protected !!