દાહોદ જિલ્લામાં એક તરફ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને આગામી ચૂંટણી અનુલક્ષીને પ્રભારી મંત્રી બનાવ્યા હોવાથી દાહોદમાં જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે.ત્યારે ગતરાત્રીથી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બેેેેેેે મહત્વપૂર્ણ તપાસોને લઇને ધામા નાંખ્યા છે. દાહોદમાં એટીએસનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.દાહોદ જિલ્લામાં ચકચાર મચાવનાર હિરેન પટેલ હત્યાકાંડ તેમજ નકસલ પ્રવૃતિઓની તપાસને લઈને આ ઓપરેશન ચાલી રહ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.
બિલોશા બબિતા કશ્યપને લઈને આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બબિતા દાહોદમાં બે થી ત્રણ મહિના રહી હોવાની વિગતો સામે આવી હતી જેના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદના લીમડી, ઝાલોદ, સંજેલી જેવા મથકોમાં બિલોસા બબિતા કશ્યપ દ્વારા જે જે લોકોનો સંપર્ક કરાયો હતો.તે વિસ્તારોમાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં નક્સલી પ્રવૃતિઓ ચાલતી હોવાના અહેવાલો મળતા આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જાણવા મળ્યા અનુસાર, આ બિલોસા બબિતા કશ્યપ આદિવાસીઓ માટે લડત લડે છે. ભુતકાળમાં નક્સલ પ્રવૃતિઓ માટે અમદાવાદ એટીએસ દ્વારા આ બિલોસા બબિતા કશ્યપની અટક કરી હતી.તેની પુછપરછ દરમ્યાન દાહોદ જિલ્લામાં તે ત્રણ મહિના રહી હતી.અને અલગ – અલગ તાલુકાઓમાંથી તેણે મુલાકાત લીધી હતી. તે સંદર્ભે અમદાવાદ એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગઈકાલ રાતથી દાહોદ જિલ્લામાં આ મામલે તપાસ કરી રહી છે. અને ગૃહમંત્રી પણ આજે દાહોદ જિલ્લાની મુલાકાતે ફરી આવ્યા હતા.અને ઝાલોદ હિરેન પટેલ હત્યાકાંડ મામલે ફરી આજે હિરેન પટેલના ઘરની મુલાકાત આજે બીજી વખત લીધી હતી.અને ઝાલોદ મામલતદાર, પ્રાંત કચેરીમાં ગૃહ મંત્રીએ આજે એટીએસના ઉચ્ચ અધિકારીઓ સાથે આ બંન્ને મામલે બેઠક પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.અને આ મીટીંગમાં મીડીયા કર્મચારીઓને દુર રાખવામાં આવ્યા હતા. અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ મીડીયા સાથે વાતચિતમાં જણાવ્યા અનુસાર, હિરેન પટેલના હત્યાકાંડના જે પણ આરોપીઓ છે.જેમાં જે પકડાયેલ છે.અને જે પકડવાના બાકી છે તેની શોધખોળ સહિત તજવીજ ચાલુ છે અને તપાસ પણ ચાલી રહી છે.અને બબિતા બિલોસ કશ્યપ મામલે તેઓને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે, આ મામલે એટીએસ દ્વારા તપાસ કરી છે અને હાલ આવી કોઈ એક્ટીવીટી ધ્યાને આવી નથી પરંતુ તેમ છતાંયે આ મામલે સમગ્ર ગુજરાતમાં આ મામલાની વાત બહાર આવી છે તે દિશામાં તપાસ ચોક્કસ કરવામાં આવશે.ગરબાડામાં નળ સે જળ નહીં પરંતુ છળ.! પાણી માટે રઝળપાટ, છેતરપિંડીના ખેલ.? #DahodLive #NalSeJalYojna
Dahod Live views 30/11/2025 07:06
SIR પ્રક્રિયામાં મતદારોને મુશ્કેલી, BJP નું મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદન #SIR Dahod Live
Dahod Live views 27/11/2025 18:45
લીમખેડાગેસ સિલિન્ડરનો ભયાનક બ્લાસ્ટ,ત્રણ મકાનોમાં ભીષણ આગ l #reels #Shorts #youtubeshorts LPG Blast
Dahod Live views 26/11/2025 10:47
સંજેલીમાં રખડતા આખલાનું આતંક, મહિલા ઇજાગ્રસ્ત l #youtubeshorts #reels #Shorts #NewsShorts
Dahod Live views 26/11/2025 08:13
પશુ આહારની આડમાં વિદેશી દારૂની હેરફેર l Dahod Live l #shorts #youtubeshorts #Newsshorts #reels
Dahod Live views 26/11/2025 07:48
અભૂતપૂર્વ ક્ષણ:અભિજીત મુહૂર્તમાં રામમંદિર પર લહેરાયો ધર્મધ્વજ #reels #Short #youtubeshort rammandir
Dahod Live views 25/11/2025 14:26
Dahod માં SIRની પ્રક્રિયા ઝડપે! શહેર-ગ્રામ્યનું રિપોર્ટ કાર્ડ બહાર | બસ 8 દિવસ બાકી #sirprocess
Dahod Live 603 views 25/11/2025 14:07
દાહોદ તા.૧૪ દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં
दाहोद स्थित सरकारी इंजीनियरिंग कॉलेज छापरी
लगातार तीसरे साल दाहोद में प्रभु