Thursday, 21/11/2024
Dark Mode

સંજેલી બજારમાં વહીવટી તંત્રની સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન માસ્ક વગર ફરતા લોકો દંડાયા:દુકાનદારો તેમજ વાહનચાલકો પાસેથી 5 હજારના દંડની વસુલાત કરાઈ

સંજેલી બજારમાં વહીવટી તંત્રની સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન માસ્ક વગર ફરતા લોકો દંડાયા:દુકાનદારો તેમજ વાહનચાલકો પાસેથી 5 હજારના દંડની વસુલાત કરાઈ

  કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી બજારમા વહિવટી તંત્રએ સરપ્રાઈઝ ચેકીંગ મા માસ્ક વગર પાંચ લોકો દંડાયા,ત્રણ દુકાનદાર અને બે બાઈક ચાલકો મળી ૫૦૦૦.રૂપિયાનો દંડ વસુલાયો.

સંજેલી તાલુકા મથકે મામલતદાર અને પોલીસ ટિમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.માસ્ક વિના અવર જવર કરતા બે બાઈક ચાલકો અને ત્રણ દુકાનદારો મળી કુલ પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.માસ્ક વગર ફરતા લોકો સામે તાલુકા વહીવટી તંત્ર તેમજ પોલીસે લાલ આંખ કરતાં તાલુકામાં આજે ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

સંજેલી બજારમાં વહીવટી તંત્રની સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન માસ્ક વગર ફરતા લોકો દંડાયા:દુકાનદારો તેમજ વાહનચાલકો પાસેથી 5 હજારના દંડની વસુલાત કરાઈ

દિવાળીના તહેવારો બાદ કોરોના મહામારી ને લય કેસોમાં એકદમ રોકેટની જેમ ઉછાળો થતાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કોરોના વાયરસથી બચવા માટે વહીવટી તંત્ર દ્વારા મોઢા પર માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.વારંવાર સાબુથી હાથ ધોવા સેનેટાઈઝેસન નો ઉપયોગ કરવો કામ સિવાય ઘરની બહાર નિકળવા નુ ટાળવું.જેવા અનેક નિયમો ને વારંવાર સૂચના આપવામાં આવી છે.તેમ છતાં જાહેર નામાનો ભંગ કરનાર લોકો પાસેથી સંજેલી તાલુકા મામલતદાર.પી આઈ પટેલ.એમડીએમ મામલતદાર.બી એસ સોલંકી પીએસઆઈ.આર કે રાઠવા.ટ્રાફિક જમાદાર વિષ્ણુભાઈ સહિતનો સ્ટાફ દ્વારા આજે સંજેલી બજારમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી.જેમાં સંજેલી બજારમાંથી ત્રણ દુકાનદારો અને બે બાઈક ચાલકો મળી કુલ પાંચ લોકો માસ્ક વગર ઝડપાઈ ગયાં હતાં. જેમની પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો.વહીવટી તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે છે છતાં પણ લોકો કોરોના મહામારી વાયરસની બીમારીને હળવાશથી લઇ મોઢા પર માસ્ક પહેર્યા વગર જ બાઇક લઈ અવર જવર કરતાં બે ચાલકો પાસેથી ૨૦૦૦ રૂપિયા દંડ વસુલવામાં આવ્યા હતા.તેમજ વેપારીઓ પણ માસ્ક વગર વેપાર ધંધો કરતા ત્રણ વેપારીઓ પાસેથી ૩૦૦૦ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો આમ સંજેલી બજારમાંથી આજે સોમવારના રોજ વહીવટી તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગમાં પાચ હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!