ફતેપુરા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યનું હૃદયરોગના હુમલાથી મોત:પંચાયત સહીત પરિવારમાં શોકની લાગણી ફેલાઈ

Editor Dahod Live
1 Min Read

    શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્ય કાળીબેન વેચાતભાઇ ચમાર નું અટેક આવતા થયેલ મૃત્યુ
અંતિમયાત્રામાં તાલુકા પંચાયતના સભ્યો સહિત ગ્રામજનો હાજર રહ્યા

ફતેપુરા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય કાળી બેન ચમાર નું હાર્ટ એટેક આવત મૃત્યુ થવા પામેલ છે ફતેપુરા તાલુકા પંચાયતના કરોડિયા પૂર્વ તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય કાળીબેન બેન વેચાતભાઇ ચમારને રવિવારના રોજ સાંજના આશરે 6:30 કલાકે હાર્ટ એટેક આવતા મૃત્યુ થવા પામેલ છે તેઓની અંતિમયાત્રા આજરોજ સોમવારના 11:00 કલાકે નીકળતા તેઓને અંતિમયાત્રામાં તાલુકા પંચાયતના કોંગ્રેસના તમામ સભ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો કરોડીયા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ હિતેશભાઈ કલાલ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઘનશ્યામભાઈ મછાર સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા કાળીબેન ચમાર છેલ્લા પાંચ વર્ષથી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ની સેવા આપતા હતા તેઓનું અકાળે મૃત્યુ થવાથી કોંગ્રેસે વફાદાર કાર્યકર્તા ગુમાવેલ છે

Share This Article