Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં ભેજાબાજ લઘુમતી સમાજના યુવક તેમજ તેના સાગરીતનો કારસ્તાન:રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક પાસેથી 16 લાખ રૂપિયા પડાવ્યા:પોલિસ ફરિયાદ નોંધાઈ

દાહોદમાં ભેજાબાજ લઘુમતી સમાજના યુવક તેમજ તેના સાગરીતનો કારસ્તાન:રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવક પાસેથી 16 લાખ રૂપિયા પડાવ્યા:પોલિસ ફરિયાદ નોંધાઈ

  જીગ્નેશ બારીયા :- દે.બારીયા 

દાહોદ તા.૩૧

દાહોદ શહેરમાં એક લઘુમતિ કોમના યુવકે તેના સાગરિતની મદદથી ગરબાડા તાલુકામાં રહેતા એક યુવકને રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી, બોગસ માર્કસીટ તથા ખોટા માર્કસીટ બનાવી યુવક પાસેથી રૂા.૧૬ લાખ લઈ વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતાં છેતરપીંડીનો ભોગ બનેલ ૨૮ વર્ષીય યુવકે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

દાહોદ શહેરમાં ગોધરા રોડ સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહેતો ઈમરાભાઈ હાજી લીયાકાત દડી અને તેનો સાગરીત અમીતભાઈ વર્મા એમ આ બંન્ને જણાએ એકબીજાના મેળાપીપણામાં ગરબાડા નગરમાં તોરણ ફળિયામાં રહેતા ૨૮ વર્ષીય રાકેશભાઈ લીંબાભાઈ ડામોરને રેલ્વેમાં નોકરી આપવાની લાલચ આપી વર્ષ ૨૦૦૧૮ની સાલ દરમ્યાન તેની પાસેથી રૂા.૧૬ લાખ પડાવી લીધા હતા. અને આ સમયગાળા દરમ્યાન બોગસ માર્કસીટ તથા ખોટા સર્ટીફીકેટ બનાવી રાકેશભાઈને વિશ્વાસમાં લીધો હતો.પરંતુ આજદિન સુધી રેલ્વેમાં નોકરી ન લાગતાં અને પોતાની સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત થયો હોવાના અહેસાસ સાથે રાકેશભાઈ લીંબાભાઈ ડામોરે ઈમરાનભાઈ તથા અમીત સામે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંન્ને જણાના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

error: Content is protected !!