ફતેપુરા તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતી ઉજવણી કરાઈ,ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહારથી પૂજન કર્યું

Editor Dahod Live
1 Min Read

વિનોદ પ્રજાપતિ, શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

ફતેપુરા તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવી, ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ પ્રજાપતિએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહારથી પૂજન કર્યું

ફતેપુરા તા.31

આજરોજ સરદાર પટેલ સાહેબ ની 145 મી જન્મ જયંતી નિમિત્તે ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરૂભાઈ નવલાભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમાં ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પર સરદાર પટેલની પ્રતિમાને ફૂલહારથી પૂજા વિધિ કરવામાં આવી હતી તે પ્રસંગે ફતેપુરાના નગરના ડોક્ટર અશ્વિનભાઈ પારગી રજાકભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ કપિલ ભાઈ ના હાર ઉપર સાહેબ રમેશભાઈ પ્રજાપતિ ગામ પંચાયતના સભ્ય યોગેશ પ્રજાપતિ દિલીપભાઈ યુ પ્રજાપતિ મહેશભાઇ શાહ રાકેશભાઈ પ્રજાપતિ વિશાલભાઈ નહાર તાપશ શાહ આગેવાનો હાજર રહ્યા હતા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર તેમજ સુતરની આટિ પહેરાવી તેમની પૂજા કરવામાં આવી હતી.જયારે ફતેપુરા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ પારગી ફતેપુરા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રમુખ તથા સભ્ય રજાકભાઈ પટેલ ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ કચરુ ભાઈ પ્રજાપતિ ગ્રામ પંચાયતના સભ્ય શ્રીઓ ગામના આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર લઈ સુતર ની આટી તેમજ ફુલહાર કરેલ હતા

Share This Article