Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના કાળીયા ગામના મોટરસાયકલ સવાર બે યુવાનોને ઝાલોદમાં અકસ્માત નડતાં એકનું મોત: એકને ગંભીર ઇજા, કુટુંબી ભાઈની સાસરીમાં સાથે જતા યુવાનનું મોત ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરા ખસેડાયો

ફતેપુરા તાલુકાના કાળીયા ગામના મોટરસાયકલ સવાર બે યુવાનોને ઝાલોદમાં અકસ્માત નડતાં એકનું મોત: એકને ગંભીર ઇજા, કુટુંબી ભાઈની સાસરીમાં સાથે જતા યુવાનનું મોત ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરા ખસેડાયો

   બાબુ સોલંકી :- સુખસર 

સુખસર તા.14

ફતેપુરા તાલુકાના કાળીયા ગામના મોટરસાયકલ સવાર બે યુવાનોને ઝાલોદમાં અકસ્માત નડતાં એકનું મોત: એકને ગંભીર ઇજા, કુટુંબી ભાઈની સાસરીમાં સાથે જતા યુવાનનું મોત ઇજાગ્રસ્તને સારવાર માટે વડોદરા ખસેડાયો,ઝાલોદ પોલીસ સ્ટેશન રોડ ઉપર મોટરસાયકલ આગળ ગધેડું આવી જતા અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા.

સુખસર ૧૪

ફતેપુરા તાલુકાના કાળીયા ગામે રહેતા માનસિંગભાઈ હુરજીભાઈમછાર ખેતીવાડી તથા છૂટક કામ ધંધો કરી ઘરનું ગુજરાન ચલાવે છે. જેઓને સંતાનમાં ત્રણ પુત્રો છે.જે પૈકી બકુલ ભાઈ માનસિંગભાઈ મછાર ઉંમર વર્ષ ૧૯ નો ગતરોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં કુટુંબી ભાઈ અજયભાઈ ધીરાભાઈ મછાર ઉ.વ.૨૫ ની સાસરીમાં મોટરસાયકલ ઉપર સાથે દાહોદ જઈ રહ્યો હતો. તેવા સમયે ઝાલોદ પોલીસ સ્ટેશન રોડ ઉપર મોટરસાયકલની આગળ અચાનક ગધેડું આવી જતા અજય ભાઈ મછારે પોતાના કબજાની ગાડીને અચાનક બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ ખાઇ ગઇ હતી.અને તેમાં બકુલભાઈ મછારને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અજયભાઈ મછારને હાથે,પગે,માથામાં તથા શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક ઝાલોદ સરકારી દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ દાહોદ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળે છે. મૃતક બકુલભાઈ મછારની લાશનૈ ઝાલોદ સરકારી દવાખાનામાં પી.એમ માટે મોકલવામાં આવી હતી જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત અજયભાઈ મછારને વડોદરા ખાતે સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.દિવાળીના તહેવાર સમયે જ આશાસ્પદ યુવાનનુ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા પરિવાર સહિત ગામમાં ગમગીની ફેલાઇ જવા પામી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!