કોવિડ – ૧૯ની મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તેહવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે ત્યારે ૧૦૮ ઇમર્જન્સી સેવાના કર્મીઓ દ્વારા દાહોદ જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવી છે તેમજ કોઈ પણ સમયે ૨૪/૭ કોઈ પણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે ૧૦૮ એમ્બુઅલન્સ દાહોદની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસો માં અકસ્માત ના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધ પાત્ર વધારો થાય છે, તેવા સંજોગોમાં તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા દાહોદ ૧૦૮ ના કર્મીઓએ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારોની ઉજવણી કરશે.અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે ૨૪/૭ ખડે પગે રહેશે.