Thursday, 25/04/2024
Dark Mode

દે.બારીયા : અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર સ્થિત ભથવાડા ટોલનાકા પરથી રાજસ્થાનથી લવાતો અધધ.. 24 લાખ ઉપરાંતનો અફીણનો જથ્થો ઝડપાયો:બે પકડાયા,અન્ય એક પોલીસને ચકમો આપી ફરાર થયો થયા

દે.બારીયા : અમદાવાદ ઈન્દોર નેશનલ હાઇવે પર સ્થિત ભથવાડા ટોલનાકા પરથી રાજસ્થાનથી લવાતો અધધ.. 24 લાખ ઉપરાંતનો અફીણનો જથ્થો ઝડપાયો:બે પકડાયા,અન્ય એક પોલીસને ચકમો આપી ફરાર થયો થયા

   જીગ્નેશ બારીયા :- દાહોદ/મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા ટોલનાકા પાસેથી આજે પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી ઉભી હતી.તે સમયે ત્યાંથી એક મારૂતી સ્વીફ્ટ ગાડી પસાર થતાં પોલીસે ચારેય તરફથી ઘેરી લેતા તેમાં સવાર ત્રણ પૈકી એક વોન્ટેડ આરોપી નાસી જવામાં સફળ રહ્યો હતો જ્યારે પોલીસે એકની અટક કરી ગાડીની તલાસી લેતા તેમાંથી પાસ પરમીટ વગરનો અફીણનો જથ્થો ૨૪.૪૫૩ કિલો ગ્રામ કિંમત રૂા. ૨૪,૪૫,૩૦૦ ઝડપી પાડી તેમજ મોબાઈલ ફોન તેમજ ગાડી મળી મળી કુલ રૂા.૨૭,૬૦,૩૦૦ નો મુદ્દામાલ કબજે લઈ ફરાર આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

આજરોજ તારીખ ૨૮મી ઓક્ટોબરના રોજ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે પોતાની ટીમની સાથે ભથવાડા ટોલનાકા પાસે આવતા જતાં તમામ વાહનો તપાસ કરી રહ્યા હતા અને વોચ ગોઠવી પણ ઉભા હતા તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક સ્વીફટ ગાડી પસાર થતાંની સાથે જ પોલીસ સાબદી બની હતી અને એક્શનમાં આવી તેને ચારેય તરફથી ઘેરી લીધી હતી. આ દરમ્યાન ગાડીમાં સવાર ઓમપ્રકાશ બાબુલાલ સારણ (બિસ્નોઈ, રહે.સાંચોર કોટોર મહોલ્લા,તા.સાંચોર,જિ.જાલોર, રાજસ્થાન) અને મનોહરલાલ સંગમારામ સારણ (બિસ્નોઈ,રહે.સુરજનામીયાકી, ઢાણીપુર,તા.સાંચોર,જી.જાલોર,રાજસ્થાન) અને વોન્ટેડ આરોપી એવો દિપારામ ઉદારામ બિસ્નોઈ (રહે.હરસવાડા,તા.રાનીવાડ,જિ.જાલોર,રાજસ્થાન આ ત્રણેય ઈસમોમાં નાસભાગ મચી ગઈ હતી જેમાંથી પોલીસે ઉપરોક્ત ત્રણ પૈકી બેને ઝડપી પાડ્યા હતાજ્યારે વોન્ટેડ એવો દિપારામ ઉદારામ બિસ્નોઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે સ્વીફ્ટ ગાડીની તલાસી લેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્વીફ્ટ ગાડીમાંથી અફીણનો પાસ પરમીટ વગરનો ૨૪.૪૫૩ કિલો ગ્રામનો કિંમત રૂા.૨૪,૪૫,૩૦૦ નો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે બંન્ને જણાની અંગઝડતીમાં મોબાઈલ ફોન કિંમત રૂા.૧૫,૦૦૦ તેમજ સ્વીફ્ટ ગાડીની કિંમત રૂા.૩,૦૦,૦૦૦ એમ કુલ મળી દેવગઢ બારીઆ પોલીસે રૂા.૨૭,૬૦,૩૦૦ નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટની કલમ ૮ (સી), ૧૮(સી), ૨૯ મુજબ ફરિયાદ, ગુનો તેમજ પંચનામું વિગેરેના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

——————————–

error: Content is protected !!