દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં રહેતી એક ૨૨ વર્ષીય યુવતીને એમ.એ.માં એડમીશન અપાવવાનું કહી મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે રહેતા એક યુવકે આ યુવતી પાસેથી તેના અસલ પ્રમાણપત્રો લઈ પોતાની પ્રેમ જાળમાં ફસાવી પોતાના સગાસંબંધી તેમજ મીત્રોની મદદથી સગીરાને ડરાવી, ધમકાવી બળજબરી પુર્વક મેરેજ સર્ટીફીકેટ ઉપર સહીઓ કરાવ્યા બાદ યુવક આ યુવતીને અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે યુવતીએ યુવત સહિત ૭ જણા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંજેલી તાલુકામાં રહેતી એક ૨૨ વર્ષીય યુવતીને મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે બાબરી ગામે રહેતો સચીનભાઈ ભરતભાઈ મકવાણાએ એમ.એ.માં એડમીશન અપાવવાનું બહાનું કર્યું હતુ અને યુવતી પાસેથી તેના અસલ પ્રમાણપત્રો લઈ વિગેરે લઈ મિત્રતા બાંધી લીધી હતી. આ બાદ લગ્ન કરવવા પટાવી ફોસલાવતા યુવતીએ યુવકને એમ પણ કહ્યું હતુ કે, મારી સગાઈ થઈ ગયેલ જેથી લગ્ન નહીં તેની જાેડે લગ્ન નહીં કરી શકે, પરંતુ સચીનભાઈ દ્વારા યુવતીને ધાકધમકીઓ આપી હતી અને એક દિવસ તેના અસલ પ્રમાણપત્રો પરત આપવા સારૂ બોલાવી હતી. આ બાદ સચીનભાઈ અને તેના જ ગામમાં રહેતો જયદીપભાઈ નામક યુવકે આ યુવતીને પોતાની મોટરસાઈકલ પર બેસાડી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખ્યા બાદ સચીનભાઈએ આ દરમ્યાન યુવતી ઉપર તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર પણ ગુજાર્યાે હતો. આ સમગ્ર મામલા બાદ મહીસાગર જિલ્લાન સંતરામપુર ખાતે રહેતા ભરતભાઈ ચીમનભાઈ મકવાણા, લીલાબેન ભરતભાઈ મકવાણા, ભુરસીંગભાઈ ખેમાભાઈ કલાસવા, મહેશભાઈ રાયસીંગભાઈ કટારા અને મુકેશભાઈ ઉર્ફે માનાભાઈ સંગાડાનાઓએ સચીનભાઈની મદદ કરી યુવતીને મોડાસા મુકામે લઈ ગયા હતા અને ત્યા મેરેજ સર્ટીફીકેટ ઉપર ધાકધમકીઓ આપી સહીઓ કરાવી લીધી હતી અને ત્યાર બાદ પણ સચીન દ્વારા યુવતીને જુદી જુદી જગ્યાએ લઈ જઈ ત્યા પણ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા આવા ત્રાસથી સચીન તથા તેના પરિવારજનો તેમજ મીત્રોની ચંગુલમાંથી છુટી યુવતી પરત પોતાના ઘરે આવી સમગ્ર બાબતની જાણ પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને યુવતીને લઈ પરિવારજનો સંજેલી પોલીસ મથકે આવી ઉપરોક્ત યુવક સહિત સાત વ્યક્તિઓ સામે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.