Tuesday, 16/04/2024
Dark Mode

દે.બારીયા તાલુકાના સાલિયા કબીર મંદિર ખાતે કોળી સમાજના નવા હોદ્દેદારો અને નિગમ દ્વારા લૉન સેમિનાર યોજાયો

દે.બારીયા તાલુકાના સાલિયા કબીર મંદિર ખાતે કોળી સમાજના નવા હોદ્દેદારો અને નિગમ દ્વારા લૉન સેમિનાર યોજાયો

મઝહર અલી મકરાણી :- દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના સાલિયા કબીર મંદિર ખાતે કોળી સમાજના નવા હોદ્દેદારો અને નિગમ દ્વારા લૉન સેમિનાર યોજાવામાં આવ્યો હતો.

દે.બારીયા :- 22

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત સરકારમાં ઘણા બધા નિગમો કાર્યરત છે અને જેતે નિગમ દ્વારા લૉન સહાય આપી વિદ્યાર્થીઓને ભણતર અને લોકોને પગભર કરવામાં આવતા હોય છે. ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમ દ્વારા પણ લૉન આપવામાં આવે છે.

દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ગામડામાં વસતાં કોળી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચઅભ્યાસ માટે લૉન મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે દેવગઢબારીયા તાલુકાના સાલિયા કબીર મંદિર ખાતે ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમના ડિરેક્ટર રામભાઈ ચૌહાણની અદ્યક્ષતા અને ગુજરાત ઠાકોર વિકાસ નિગમના સમાજ કલ્યાણ અધિકારી હિરેન સાવલિયા, માંધાતા ગ્રુપ આણંદના પ્રમુખ દિલીપ પટેલની ઉપસ્થિતિમાં એક ખાસ સેમિનાર યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનોનું ફુલહાર તેમજ દાહોદ જિલ્લા કોળી સમાજની સંસ્કૃતિની એક ઓળખ માથે સાફો બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે લૉન સેમિનારમાં આશરે 200 જેટલાં વ્યક્તિઓ હાજર રહ્યા હતા.
અખિલ ભારતીય કોળી સમાજમાં દાહોદ જિલ્લાના નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં દાહોદ જિલ્લા મહામંત્રી તરીકે કાંતિભાઈ છગનભાઇ પટેલ, ઉપાધ્યક્ષ દામસિંહ રામસિંહ ખાબડ, દાહોદ જિલ્લા કોળી સમાજમાં મીડિયા સેલના કન્વીનર તરીકે ભરતભાઈ આર પટેલ, દેવગઢબારીયા તાલુકાના અધ્યક્ષ તરીકે નિર્મળસિંહ ચૌહાણ, મહામંત્રી – ધર્મેશ સવાયા, લીમખેડા તાલુકા અધ્યક્ષ-વલમભાઇ માલવિયા, મહામન્ત્રી – ગુલાબ મનસુખ પટેલ, ધાનપુર તાલુકા અધ્યક્ષ – સરદારસિંહ ગોપસિંહ બારીયા, મહામંત્રી – ભરતભાઈ ભુરાભાઇ પટેલ સહિતના નામો જાહેર કરાયા હતાં. જયારે સીંગવડ તાલુકાના હોદેદારો ત્યાંની મિટિંગમાં જાહેર થનાર હોવાની માહીતી મળી છે. કોળી સમાજના તાલુકા કક્ષા,જિલ્લા કક્ષા અને રાજય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર શિક્ષકોનું સન્માનપત્ર આપી સન્માન કરાયું હતું.

ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમના ડિરેક્ટર રામભાઈ ચૌહાણ અને સમાજ કલ્યાણ અધિકારી હિરેન સાવલિયાએ આ નિગમ દ્વારા મળતા કોળી સમાજના લાભ અને લૉન સહાયની વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષ થી આપણા આ નિગમમાંથી દાહોદ જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા બહું ઓછી છે. જેનું કારણ કે આ વિસ્તારમાં કોળી, ઠાકોર નિગમ વિશે કોઈ જાણકારી નથી. આજે કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જે લૉન સેમિનારનું આયોજન કરાયું છે તેમાં જેઓ લૉન લેવા ઇચ્છુક હોય તેમને જરૂરી કાગળોની પૂર્તતા કરી દેતા ત્વરિત તેમના ખાતામાં લૉનની રકમ જમા કરવામાં આવશે.
દાહોદ જિલ્લાના અધ્યક્ષ સુરસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી ધીરજ માવદાસ પટેલનાએ આયોજક મિત્રો સહિત તમામનો આભાર માન્યો હતો.

error: Content is protected !!