ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભા યોજાઈ

Editor Dahod Live
1 Min Read

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયતમાં મળેલ સામાન્ય સભા
ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રજની કાબેન મછારની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભા,

ફતેપુરા તા.20

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા પંચાયતના પ્રમુખ રજનીકાબેન ઘનશ્યામભાઈ મછાર અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી.જેમાં આ વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા વિકાસ અધિકારી પી.એસ આમલીયાર સી.ડી.પી.ઓ કોમલબેન દેસાઈ,વંદિતાબેન પટેલ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના કર્મચારી ગણ વગેરે હાજર રહ્યા હતા.ગત મળેલ તારીખ ૯.૭.૨૦૨૦ ના રોજ ને સામાન્ય સભા કાર્યવાહી નોંધ વાંચન એ લઈ બહાલી આપવામાં આવેલ છે.તે ઉપરાંત સામાન્ય સભામાં ૧૫માં નાણાપંચના કામો તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજના કામોની ચર્ચા-વિચારણા  કરવામાં આવેલ હતી.આંગણવાડીઓમાં બાળકોને સુખડી ઓનું આપવા બાબત સી.ડી.પી.ઓ મેડમ જોડે ચર્ચા કરેલ હતી.મનરેગાના કામો વિકાસના કામોની ચર્ચા વિચારણા તેમજ નવા કામો મંજુર કરવા તાલુકા પંચાયતના સભ્યોને નાણાપંચની ગ્રાન્ટમાંથી ૨૦ ટકા ગ્રાન્ટ ફાળવવા બાબત તથા કરમેલ ગામે તેમજ વાગડ ગામે નવીન જી.ઇ.બી ના સબ સ્ટેશન નાખવા બાબત તથા નવીન મીટર ની જરૂરત હોય તેવા અરજદારોને તાત્કાલિક મીટર લગાવવા જી.ઈ.બી ને સુચના આપવામાં આવી હતી.તેમજ આત્મનિર્ભર યોજનામાં લાભાર્થીઓને 35000 સબસીડી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કોઈપણ પ્રકારની આ ગમ્ય ઘટના ના ઘટે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો.

Share This Article