Friday, 19/04/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના ડાંગરિયા ગામે ખેતરમાંથી આશરે પંદર ફુટ લાંબો અજગર પકડાયો.

દે.બારિયા તાલુકાના ડાંગરિયા ગામે ખેતરમાંથી આશરે પંદર ફુટ લાંબો અજગર પકડાયો.

 મઝહરઅલી મકરાણી :- દે.બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામે ખેતરમાંથી આશરે પંદર ફુટ લાંબો અજગર પકડાયો.

દેવગઢ બારિયા તા.13

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ડાંગરિયા ગામમાં હુડિયાદેવની સામે આવેલ વિનોદભાઇના ખેતરમાં જંગલ વિસ્તારમાંથી આવી ચઢેલો આશરે ૧૪ ફુટ જેટલો લાંબો વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું.

જાણવા મળ્યા મુજબ આજરોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે દેવગઢબારિયા તાલુકાના ડાંગરિયા ગામમાં હુડિયા દેવની સામે આવેલ વિનોદભાઇના ખેતર પાસે કશુક ફરતું હોય તેવું જોવાતા જેથી તેઓએ ત્યાં નજીક જઈને જોતા ત્યાં એક વિશાળકાય અજગર જોતા તેમને ગામના સ્થાનિક લોકોને આ બાબતે જાણ કરી હતી અને આ લોકોએ દે .બારીઆ વન વિભાગને તથા અજગર પકડવાળાઓને આ બાબતે જાણ કરી હતી. જેથી બારિયા વન વિભાગના સ્ટાફના માર્ગદર્શન હેઠળ કિંગ અોફ રાજમહેલ સ્નેક રેસક્યું ટીમના સભ્યો પરમાર કલ્કિ ,રાઠોડ કૌશિકભાઈ અને પટેલ અર્જુનભાઈ અને વન વિભાગના સ્ટાફ દ્વારા વિશાળકાય અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું. આ વિશાળકાય અગજર અંદાજે ૧૪ ફૂટ લાંબો અને ૩૦ કી.ગ્રામ જેટલું વજન ધરાવતો હોઇ દે.બારીઆ વન વિભાગમાં દ્વારા તેને ઉચવાણના જંગલ ભાગે સલામત સ્થળે સફળતા પૂર્વક રિલીઝ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!