ફતેપુરા એક લઘુમતી કોમના યુવક દ્વારા સોશિયલ મીડિયામાં હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા મેસેજ કરતા ફતેપુરા પોલિસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.આ મામલે રાષ્ટ્રીય સેવક સંઘ ફતેપુરા દ્વારા લઘુમતી કોમના યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં ફતેપુરા પોલીસ મથકે અરજી કરતા પોલીસેેકરતા પોલીસે ઉપરોકત યુવકને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હોવાનું જાણવા મળેલ છે.
ઉત્તર પ્રદેશના હાથરસની બળાત્કારી ઘટનાથી સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે.ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના ફતેપુરા નગરના એક લઘુમતી કોમના યુવકે સોશિયલ મીડિયામાં હિન્દુ સમાજની લાગણી દુભાઈ તેવા ગંદા ખરાબ મેસેજ મોકલતા આ ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ દાહોદ જિલ્લામાં હાહાકાર મચી જવા પામેલ છે ત્યારે આ બાબતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ફતેપુરા દ્વારા આ લઘુમતી કોમના યુવક વિરુદ્ધ કાયદેસર ફતેપુરા પોલીસ મથકે લેખિતમાં અરજી આપી હતી.જોકે ફતેપુરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફતેપુરા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર ને આપવામાં આવે લેખિત અરજી માં જણાવેલ પ્રમાણે હાલ ઉત્તર પ્રદેશ મા હાથ રસની 20 વર્ષીય દલિત પીડિતા ઉપર બળાત્કાર ગુજરાતી તેનું મોત નિપજાવવા નો બનાવ બનવા પામેલ છે.તેના અનુસંધાને ફતેપુરા નગરમાં રહેતો આદિલ અ મજીદ પટેલે સોશિયલ મીડિયા માં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા ગંદા અને ખરાબ મેસેજ મોકલેલ છે તેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભા ય અને અન્ય સમાજને પણ નુકસાન થાય તેવું કૃત્ય કરેલ હોવાનું અરજીમાં જણાવેલ છે આદિલ પટેલે સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ મેસેજ થી સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાવવાના કારણે હિન્દુ સમાજમા રોષ પ્રગટી રહ્યો છે આ અરજીની નકલ રવાના ડીએસપી દાહોદ અને મામલતદાર ફતેપુરા ને રવાના કરાતા એક્શનમાં આવેલ ફતેપુરા પોલીસે પી.એસ.આઇ સી.બી. બરંડા અને તેમની ટીમ દ્વારા લઘુમતી કોમના આદિલ પટેલની ઘરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી છે