Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં નગરપાલિકા ઉપ પ્રમુખ સહીત વધુ 12 લોકો કોરોના સંક્રમિત થયાં:દાહોદમાં કોરોનાનો કુલ આંક 1531 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં નગરપાલિકા ઉપ પ્રમુખ સહીત વધુ 12 લોકો કોરોના સંક્રમિત થયાં:દાહોદમાં કોરોનાનો કુલ આંક 1531 પર પહોંચ્યો

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લામાં છેલ્લા બે મહિના ઉપરાંતથી ચાલી રહેલો કોરોનાનો કાળો કેર આજે પણ યથાવત રહેવા પામ્યો છે. આજે નગરપાલિકા ઉપ પ્રમુખ સહીત વધુ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૩૧ને પાર થવા પામ્યો છે.જ્યારે એક્ટીવ કેસોની સંખ્યા ૧૩૪ પર પહોંચી છે.જ્યારે બીજી તરફ નગરપાલિકા પ્રમુખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.તેમજ દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી અસ્વસ્થ હોવાથી હોમ કોરોનટાઇન થયાં હોવાની માહિતીઓ સપાટી પર આવતા પાલિકામાં ખળભળાટ સાથે ફફડાટ ફેલાયો છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા બે મહિના ઉપરાંત ના સમયથી કોરોનાના કેસોનો સિલસિલો આજે પણ અકબંધ રહેવા પામ્યો છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ૨૫૦ આરટીપીસીઆર પૈકી ૭ અને રેપીટ ટેસ્ટના ૧૨૩૩ પૈકી પાંચ મળી કુલ ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓનો સમાવેશ થયો છે જેમાં (૧) પાર્વતી રામભાઈ ચોૈહાણ (ઉ.૭૦ રહે. ઝાલોદ દાહોદ), (ર) બતુલ કાલીમભાઈ ગાંગરડીવાલા (ઉ.ર૧ રહે. હુસેની મહોલ્લા દાહોદ), (૩) પ્રશાંતભાઈ ચંદ્રકાંત દેસાઈ (ઉ.પ૭ રહે. દાહોદ), (૪) રાઠોડ વિક્રમસિંહ યશવંતસિંહ (ઉ.૩૦ રહે. પીએચસી અભલોડ ગરબાડા), (પ) ગોસ્વામી દીપક એમ (ઉ.રપ રહે. ગુરૂકૃપા સોસાયટી દે.બારીયા), (૬) ચોૈહાણ ધર્મેન્દ્ર એમ (ઉ.૩૮ રહે. નગરપાલિકા દે.બારીયા), (૭) સોલંકી જીગર જે (ઉ.ર૯ રહે. રેટીયા પોળ દે.બારીયા), (૮) ભાટરીયા હર્ષ રાજેન્દ્ર (ઉ.ર૪ રહે. ગોવીંદનગર દાહોદ), (૯) રાઠોડ સંગીતા સુરેશભાઈ (ઉ.૪પ રહે. કુમારઘાટી ફળીયા ભરસડા ગરબાડા), (૧૦) ડામોર વિજયભાઈ મોહનભાઈ (ઉ.૩૬ રહે. હરીજનવાસ ગરબાડા), (૧૧) બધુબેન (ઉ.૭૦ રહે. વૃધ્ધાઆશ્રમ દાહોદ), (૧ર) થીલાવાલા સકીનાબેન સાબીરભાઈ (ઉ.૬૦ રહે. હુસૈની મહોલ્લા દાહોદ) દર્દીઓનો સમાવેશ થાય છે.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ જાહેર થયેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઇ છે.તેમજ કન્ટેન્ટ ઝોન વિસ્તારમાં સેનેટાઈઝ સહિતની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે.

કોરોનાનો નગરપાલિકામાં પગપેસારોદોઢ મહિનાના નગરપાલિકાના બે કર્મીઓ સહીત ત્રણ સંક્રમિત થયાં

આજરોજ કોરોનાના નવા નોંધાયેલા દર્દીઓમાં પ દાહોદ નગરપાલિકાના ઉપ પ્રમુખ પ્રશાંતભાઈ ચંદ્રકાંતભાઈ દેસાઈનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.જોકે જાણવા મળ્યા પ્રમાણે નગરપાલિકા પ્રમુખ અભિષેક મેડા,ઉપ પ્રમુખ પ્રશાંત દેસાઈ તેમજ ચીફ ઓફિસર અતુલ સિંહા કોઈક કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા હોમ કોરોનટાઇન થયાં હતા.અને ગઈકાલે કોરોનાનો રિપોર્ટ કરાવતા નગરપાલિકા પ્રમુખ અભિષેક મેડાનો રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.જ્યારે ઉપ પ્રમુખ પ્રશાંત દેસાઈનો rtpcr રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ત્યારે ચીફ ઓફિસર અતુલ સિંહા છેલ્લા આઠેક દિવસથી અસ્વસ્થ હોવાનું પણ જાણવા મળ્યું છે. અને હાલ હોટલ લક્ષ્મી ઇનમાં કોરોનટાઇન થયા હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે.જોકે આ અગાઉ પણ નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર તેમજ બાંધકામ શાખાના કર્મચારી પણ કોરોના કાળમાં કામગીરી દરમિયાન સંક્રમિત થયાં હતા.ત્યારે બીજી તરફ પોતાના આરોગ્યની તકેદારીને ધ્યાનમાં રાખી પાલિકા પ્રમુખ સહિત પાલિકાના કેટલાક કર્મચારીઓ સ્વૈચ્છાએ હોમ આઇસોલેશન હેઠળ હોવાનું જણાઈ આવ્યું છે. કોરોનાએ હવે પાલિકા તરફ પગ પેસારો કર્યાે હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. આ સાથે આજે વધુ ૧૯ લોકોએ કોરોનાને મ્હાત આપતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી અને અત્યાર સુધી કોરોનાથી ૬૯ લોકો મૃત્યુ પામ્યા છે.

——————————-

error: Content is protected !!