Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ:ઝાલોદ,સુખસર,લીમડી પંથકના ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો:એલસીબીએ ચોરીના મુદ્દામાલ સાથે બે ને ઝડપી પાડ્યા

September 17, 2020
દાહોદ:ઝાલોદ,સુખસર,લીમડી પંથકના ચોરીના બનાવોનો ભેદ ઉકેલાયો:એલસીબીએ ચોરીના મુદ્દામાલ સાથે બે ને ઝડપી પાડ્યા

  હિતેશ કલાલ :- સુખસર 

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચએ ત્રણ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે બાઈકો અને ટાયર કબ્જે કર્યા, ઝાલોદ સુખસર અને લીમડીમાં ચોરીના બનાવ બન્યા હતા,સુખસર માં રહેણાંક મકાનમાંથી પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો,સુખસરના ગેરેજ સંચાલક ને પણ પૂછપરછ માટે લઈ જવાયો

સુખસર તા.17

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીના બનાવો વધારો નોંધાઈ રહ્યો છે જેમાં એલસીબી દ્વારા ઝાલોદ સુખસર  લીમડીમાં થયેલ ચોરીના બનાવોનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી હતી તેમજ બે બાઇક અને ટાયર નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈશર ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ બી.ડી શાહ અને પી.એસ.આઇ પી.એમ મકવાણાના સૂચનાથી હિરૈન્દ્ર સિંહ સોલંકી તથા સ્ટાફ દ્વારા ફતેપુરા તાલુકાના સુખસરમાં કેટલાક ગેરેજ સંચાલકો દ્વારા ચોરીની બાઇકો ના એન્જિન કાઢી લઇ અન્ય રીપેરીંગ માટે આવતી બાઇકો માં નાખવાની મોડસ ઓપરેન્ડી ને પર્દાફાસ કરવામાં આવ્યો હતો. એલસીબી દ્વારા સુખસર માંથી એક રહેણાંક મકાનમાંથી બે બાઇકો અને ટાયર કબજે કર્યા હતા જેમાં ઝાલોદ અને લીમડી વિસ્તારમાંથી ચોરાયેલી બાઇકો હોવાનું ભેદ ઉકેલાયો હતો સુખસર વિસ્તારમાંથી ટાયર ચોરીનો ભેદ ઉકેલાયો હતો પોલીસે એક બાળ કિશોર તેમજ લીંબડીના ધર્મેશ વેરાગીની ધરપકડ કરી હતી તેમજ એક ગેરેજ સંચાલકને પણ પૂછપરછ માટે લઈ જવાયા હોવાનું એલસીબીએ જણાવ્યું હતું.

error: Content is protected !!