Monday, 07/07/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એમ.જી.વી.સી.એલના કંગાળ વહીવટથી વીજગ્રાહકો ત્રાહિમામ:ગ્રાહકોની ફરિયાદોનું સમયસર નિકાલ ન થતાં લોકોમાં રોષ ફેલાયો

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એમ.જી.વી.સી.એલના કંગાળ વહીવટથી વીજગ્રાહકો ત્રાહિમામ:ગ્રાહકોની ફરિયાદોનું સમયસર નિકાલ ન થતાં લોકોમાં રોષ ફેલાયો

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એમ.જી.વી.સી.એલના કંગાળ વહીવટથી વીજગ્રાહકો ત્રાહિમામ:વીજગ્રાહકોની કમ્પ્લેન પ્રત્યે જવાબદારો દ્વારા દિવસો સુધી ધ્યાન આપવામાં આવતું નથી.

 ફતેપુરા,તા.૩૧

ફતેપુરા તાલુકામાં એમ.જી.વી.સી.એલના કથળેલા વહીવટથી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા વીજગ્રાહકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.વીજ ગ્રાહકોની કમ્પ્લેન પ્રત્યે દિવસો સુધી ધ્યાન આપવામાં આવતું નથી.અને લોકો રાત્રીના સમયે અંધારા ઉલેચતા હોય છે.ફતેપુરા કચેરી ખાતે કમ્પ્લેન આપ્યા બાદ દિવસો સુધી વીજ પ્રવાહમાં સુધારો નહીં કરાતાં વીજ ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એમ.જી.વી.સી.એલ તંત્ર ના કંગાળ વહીવટમાં સુધાર લાવવો આવશ્યક છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં ધોધમાર વરસાદ કહી શકાય તેવો હજી સુધી વરસ્યો નથી.પરંતુ મકાઈ જેવા પાક માટે અતિ સામાન્ય કહી શકાય તેવા અવાર-નવાર ઝાપટાં થતા રહેતા માત્ર મકાઈનો પાક બચ્યો છે.તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ખાસ કરીને ખેતરો તથા રહેણાંક મકાનની આસપાસમાં ખેતી પાકો તથા ઘાસ હોય રાત્રિના સમયે ઝેરી જીવજંતુઓનો ખાસ ભય છે.અને તેવા સમયે રહેણાંક મકાનોમાં વીજ પ્રવાહ ચાલુ હોવો જરૂરી હોય છે.જોકે ફતેપુરા તાલુકામાં ચોમાસાની શરૂઆત બાદ આજ દિન સુધી નદી-નાળા કે કૂવા છલકાયા નથી. તેમજ વીજ લાઈનોને ખાસ કરીને કોઇ નુકસાન થયું નથી.તેમ છતાં પવન વિના આવતા વરસાદી ઝાપટાની સાથે વીજ પ્રવાહ ડુલ થઈ જાય છે.અને વીજ પ્રવાહ ચાલુ કરવા વીજ ગ્રાહકો દ્વારા ફતેપુરા વીજ કચેરી ખાતે જાણ કરવામાં આવે છે.ત્યાં પણ અનેકવાર મોબાઈલ કરતા કોઈક જ વાર ફોન રિસિવ કરવામાં આવે છે.અને કરવામાં આવતી કમ્પલેટ માત્ર ફોન ઉપર સાંભળી અમારા કર્મચારીને જણાવીએ છીએ,વીજ પ્રવાહ ચાલુ થઇ જશે ના આશ્વાસન આપવામાં આવે છે.પરંતુ કાયદેસર કમ્પ્લેન પણ નોંધવામાં ન આવતી હોય તેમ જણાય છે.કારણકે અનેક વાર કમ્પ્લેન આપ્યા બાદ વીજ કચેરીના કર્મચારીઓ દ્વારા જણાવાય છે કે તમારી કમ્પ્લેઇન નોંધાવો તેમ જણાવી નામ,સરનામું અને મોબાઈલ નંબર માંગવામાં આવે છે.અને તે પણ આપ્યા બાદ કલાકો કે દિવસો સુધી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવતો નથીની ફરિયાદો ઉઠવા પામેલ છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે, ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં આજ દિન સુધી ધોધમાર વરસાદ થયેલ નથી.તેમજ વીજ પોલ કે વીજ વાયરો ને કોઈ નુકસાન પણ થયેલ નથી.તેમજ મંગળવારના રોજ વીજ મેન્ટેન્સ માટે વીજ પ્રવાહ બંધ રાખવામાં આવે છે.તેમ છતાં અન્ય દિવસોમાં કોઈપણ સમયે વીજ પ્રવાહ બંધ થઈ જાય છે.ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મૂકવામાં આવેલ વીજ કર્મચારીઓ કામગીરી કેવી કરે છે ?તેની તપાસ પણ ઉચ્ચ કક્ષાએથી થવી જરૂરી છે.
વિસ્તારમાં કેટલીક જગ્યાએ વીજ વાયરો ને લીલા વૃક્ષની ડાળખીઓનો સ્પર્શ થતા વીજ પ્રવાહમાં ફોલ્ટ સર્જાય છે.તે એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ જાણતા હોવા છતાં વીજ પ્રવાહને અડચણરૂપ લીલા વૃક્ષની ડાળખીઓ કાપવામાં આવતી નથી.ત્યારે વારંવાર જે-તે ફળીયામાં સર્જાતાં વીજ ફોલ્ટ માટે વીજ કર્મચારીઓએ તેમને કરવી જોઈતી કામગીરી કરવી અને વીજગ્રાહકોને નિયમિત વીજપૂરવઠો મળી રહે તેમજ ખાસ કરીને રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પ્રવાહ ચાલુ રહે તે પ્રત્યે ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

error: Content is protected !!