સુખસર સ્ટેશન વિસ્તારમાં એક ઈસમે લાકડીના ફટકા મારી એસ.ટી બસો ના કાચ ફોડી નાખતાં ખળભળાટ,બૂમાબૂમ કરી બસોના કાચ ફોડી ભાગતા લોકોમાં નાસભાગ મચી.એક હાથ ભાગેલો હોવાનો અને અસ્થિર મગજનો હોવાનું ચર્ચાઓ.

Editor Dahod Live
1 Min Read

 હિતેશ કલાલ,@ સુખસર 

સુખસર સ્ટેશન વિસ્તારમાં એક ઈસમે લાકડીના ફટકા મારી એસ.ટી બસો ના કાચ ફોડી નાખતાં ખળભળાટ,બૂમાબૂમ કરી બસોના કાચ ફોડી ભાગતા લોકોમાં નાસભાગ મચી.એક હાથ ભાગેલો હોવાનો અને અસ્થિર મગજનો હોવાનું ચર્ચાઓ.

 સુખસર તા.19

ફતેપુરા તાલુકાના સુખસરમાં બુધવારના રોજ બપોરના સમયે એક ઈસમ દ્વારા સ્ટેશન વિસ્તારમાં એસટી બસ ઉભી રખાવી કાચ ફોડી નાખતા ખળભળાટ મચી જવા પામ્યો હતો અચાનક જ બે એસટી બસોના કાચ તોડી બૂમાબૂમ કરી ભાગ્યો હતો ઇસમના હાથમાં મોટી ડાંગ હોવાથી તેમજ અસ્થિર મગજનો હોવાની વાતને લઇ અન્ય લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી. સ્ટેશન વિસ્તારના ફરજ પરના પોલીસ જવાનોને પણ ભાગવાની ફરજ પડી હતી. એસટી બસોના કાચ તોડી નાખતા નુકસાન થયું હતું.

Share This Article