વાસનામાં કામાંધ યુવકની શર્મનાક કરતુત:પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરી ફોટા અને વિડિઓ ઉતારી કરી પૈસાની માંગણી:માંગણી ન સંતોષાતા ફોટો અને વિડિઓ શોશ્યલ મીડિયામાં કર્યા વાયરલ:પોલીસ ફરિયાદ નોંધાઈ

Editor Dahod Live
2 Min Read

 શબ્બીર સુનેલવાલ,ફતેપુરા 

વાસનામાં કામાંધ યુવકની શર્મનાક કરતુત:પરિણીત મહિલા પર દુષ્કર્મ આચરી ફોટા અને વિડિઓ ઉતારી કરી પૈસાની માંગણી:માંગણી ન સંતોષાતા ફોટો અને વિડિઓ શોશ્યલ મીડિયામાં કર્યા વાયરલ:પોલીસ ફરિયાદ નોંધાઈ

દાહોદ તા.૦૮

ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ઈસમે એક પરણિત મહિલા સાથે બળાત્કાર ગુજારી તથા મહિલાએ લીધેલા ઉછીના નાણાં નહીં આપતા બળાત્કાર ગુજારતા સમયે આ ઈસમે વિડીયો ક્લીપ ઉતારી સોશીયલ મીડીયામાં વાયરલ કરી દેતા જિલ્લા સહિત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પરણિતાએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે રહેતો શીવમભાઈ લાલસીંગભાઈ બરજાેડે ગત તા.૨૮મી જુનના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૨૩ વર્ષીય પરણિત મહિલાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યાે હતો. બળાત્કાર ગુજારતા સમયે આ શીવમભાઈએ વિડીયો ક્લીપ તેમજ મહિલાના નગ્ન ફોટા ખેંચી લીધા હતા ત્યારે બીજી તરફ બળાત્કારનો ભોગ બનેલ મહિલાએ આ શીવમભાઈ પાસેથી ઉછીના બાર હજાર રૂપીયા લીધા હતા. આ રૂપીયાની માંગણી શીવમભાઈએ મહિલા પાસે કરી હતી પરંતુ પૈસાની સગવડ ન થવાને કારણે મહિલાએ પૈસા ન આપતા શીવમભાઈએ બળાત્કારની ઉતારેલ વિડીયો ક્લીપ તથા મહિલાના નગ્ન ફોટા સોશીયલ મિડીયામાં વાયરલ કરી દેતા પંથક સહિત જિલ્લામાં સ્તબ્ધતા સહિત ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પરણિતાએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શીવમભાઈ લાલસીંગભાઈ બરજાેડની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article