દાહોદ:આઇઓસીએલ(IOCL) રતલામ-કોયલી પાઇપલાઇનમાં પેટ્રોલિયમની પેદાશોની ચોરીનું પ્રયાસ નિષ્ફળ:અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાયો

Editor Dahod Live
1 Min Read

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ, તા.૩૧

દાહોદ તાલુકાના તણસીયા ગામેથી પસાર થઈ રહેલી આઈઓસીએલ કંપનીની  રતલામ-કોયલી પાઈપ લાઈનમાંથી પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાના ઈરાદે પાઈપલાઈન સુધીનો ઉંડો ખાડો કરી પાઈપ લાઈનમાં પ્લેજ ફીટ કરવાના ઈરાદે પ્લેજ લાવતા કોઈને આ બાબતની ખબર પડી જતા પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર કોઈ અજાણ્યા તસ્કરોએ દાહોદ તાલુકાના તણસીયા ગામની સીમમાંથી પસાર થતી આઈઓસીએલ કંપનીની કોયલી-રતલામની પાઈપ લાઈનમાંથી પેટ્રોલીયમ પેદાશની ચોરી કરાવાના ઈરાદે ચેનેજ નંબર ૧પર૩ ઉપર પાઈપ લાઈનમાં પ્લેજ ફીટ કરવાના ઈરાદાથી લાવી પાઈપ લાઈન સુધીનો ઉંડો ખાડો ખોદી તમામ તૈયારીઓ કરી લીધી હતી. પરંતુ આ બાબતની ખબર પડી જતા કંપનીના કર્મચારીઓએ પેટ્રોલીયમ પેદાશની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આ સંબંધે કંપનીની શ્રવણકુમાર સુગંદકુમાર ઝાએ નોંધાવેલ ફરીયાદને આધારે કતવારા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article