દાહોદ જિલ્લામાં કોરોના બેકાબુ બનતા રાજ્ય સરકારનો નિર્ણય:કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા આઇ એ.એસ અધિકારી “લોચન શહેરા”ની “ઓ.એસ ડી” તરીકે નિમુણક:લોચન શહેરા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા લેવાતા પગલાંનું સુપરવિઝન કરશે

Editor Dahod Live
1 Min Read

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ જિલ્લામાં કોરોના બેકાબુ બનતા રાજ્ય સરકારનો નિર્ણય:કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવા આઇ એ.એસ અધિકારી “લોચન શહેરા”ની “ઓ.એસ ડી” તરીકે નિમુણક:લોચન શહેરા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા લેવાતા પગલાંનું સુપરવિઝન કરશે

દાહોદ તા.૨૪

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણનો વ્યાપ વધતા આરોગ્ય સમેત જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે અને તે સાથે દાહોદ જિલ્લાવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો છે ત્યારે આળા મહામારીના સમયે આ સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શ્રી લોચન સેહરા, આઈ.એ.એસ., સચીવશ્રી (હાઉસીંગ અને નિર્મલ ગુજરાત), શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરની દાહોદ જિલ્લામાં તેઓની મુળ ફરજ ઉપરાંત તાત્કાલિક અસરથી નિમણુંક કરવામાં આવી છે.

રાજ્યમાં નોવેલ કોરોના સંક્રમણ વાઈસ (કોવીડ – ૧૯)ને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિવારાત્મક ગલા લેવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં નોવેલ કોરોના વાઈરલ (કોવીડ -૧૯) ના સંક્રમણને નિયંત્રણમાં રાખવા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલ પગલાંઓ, કામગીરીઓનું સુપરવિઝન, અસરકારક અમલીકરણ અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવા માટે શ્રી લોચન સેહરા, આઈ.એ.એસ., સચિવશ્રી (હાઉસીંગ અને નિર્મણ ગુજરાત), શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરની દાહોદ જિલ્લામાં તેઓની મુળ ફરજ ઉપરાંત તાત્કાલિક અસરથી નિમણુંક કરવામાં આવી છે.

Share This Article