Tuesday, 03/12/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં સરકારી હેડપંપોમાં મોટર ઉતારી હેંડપંપો પચાવી પાડતા સ્થાનિક લોકો:ભરઉનાળે પાણી માટે વલખા મારતા લોકો

સિંગવડ તાલુકામાં સરકારી હેડપંપોમાં મોટર ઉતારી હેંડપંપો પચાવી પાડતા સ્થાનિક લોકો:ભરઉનાળે પાણી માટે વલખા મારતા લોકો

 કલ્પેશ શાહ @ સીંગવડ

સીંગવડ તા.25

સિંગવડ તાલુકામાં સરકારી હેડપંપોને પોતાના માલિકીના હેન્ડ પંપ બનાવી દેતા સ્થાનિક માલિકો

સિંગવડ તાલુકામાં સરકાર દ્વારા લોકોને તથા આવતા જતા રાહદારીઓ માટે હેડ પંપ મૂકવામાં આવે છે.તે ઘરના આગળ મૂકવામાં આવે છે. કે જે ઘરના માલિકો દ્વારા પોતાની માલિકીનો હેડ પમ્પ બનાવી દઈને તેમ મોટર ઉતારી દેવામાં આવે છે. જેમાં મોટર ઉતારી દેવામાં આવતા હેડપંપ ખાલી માલિકને કામ લાગે છે.જ્યારે તેની આજુબાજુના ઘરવાળાને પીવાના પાણી તથા પશુ માટે પાણીના ફાફા મારવાનો વારો આવે છે.સિંગવડ તાલુકાના મોટાભાગના હેડપંપો સરકાર દ્વારા મુકવામાં આવતા હોય છે.એ પણ કે પચાસ માણસ દીઠ હેડ પંપ મૂકવામાં આવે છે. કે તે 50 માણસોને પંપનું પાણી પીવા તથા નાહવા તથા પશુઓ માટે કામ લાગે છે પરંતુ મોટાભાગના હેડ પંપ જ્યાં મુકવામાં આવ્યા છે ત્યાં તે ઘરધણી તે હેડ પંપનો માલિક થઈ જાય છે તેમાં મોટર ઉતારી દે છે અને તે પોતાને કામ લાગે છે પરંતુ આજુબાજુના લોકોને પાણી ભરાતુ નથી માટે સરકારી દ્વારા આવા હેડ પંપ જ્યાં મૂકવામાં આવે છે તેના આજુબાજુ ઘરવાળાને પાણી મળી રહે તે માટે તથા જે હેડપંપ બગડી જાય છે તેને રિપેર કરવા માટે આવતા કારીગરો તકલીફ પડતી હોય છે કેમ કે તેમાં મોટર નાખી દેતા તેમને નુકસાન થાય તો તે મોટર માલિકો ને ગમતું નથી માટે સરકારી અધિકારીઓ દ્વારા આની તપાસ થાય તો લોકોને પીવાનું પાણી મળી રહે તેમ છે.

error: Content is protected !!