Saturday, 20/04/2024
Dark Mode

દાહોદમાં કુલ 3170 સેમ્પલો પૈકી 2977 ના રિપોર્ટ નેગેટિવ 159 લોકોના રિપોર્ટ પેન્ડિંગ:આરોગ્ય વિભાગે અત્યાર સુધી 5441 લોકોને કોરોનટાઇન કર્યા..

દાહોદમાં કુલ 3170 સેમ્પલો પૈકી 2977 ના રિપોર્ટ નેગેટિવ 159 લોકોના રિપોર્ટ પેન્ડિંગ:આરોગ્ય વિભાગે અત્યાર સુધી 5441 લોકોને કોરોનટાઇન કર્યા..

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૨

દાહોદ જિલ્લામાં સરકારી ક્વોરેન્ટાઈન તથા હોમ ક્વોરેન્ટાઈન મળી અત્યાર સુધી કુલ 5441લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.તે પૈકી 3170 જેટલાં કોરોના સેમ્પલો લેવામાં આવ્યા છે. જેમાંથી 2977 લોકોના રિપોર્ટાે નેગેટીવ આવ્યા છે. જ્યારે હાલ અત્યારે 159 લોકોના સેમ્પલ રિપોર્ટાેના રિઝલ્ટ પેન્ડીંગમાં હોવાનું સત્તાવાર માહિતી મળવા પામેલ છે.જોકે દાહોદમાં અત્યાર સુધી કોરોના પાઝીટીવના કુલ 34 દર્દીઓ નોંધાવા પામ્યા છે જેમાંથી ૧૮ લોકોને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા છે જ્યારે હાલ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ અત્રેની હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના મહામારીની વચ્ચે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના 34 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. દાહોદમાં ઘણા રહેણાંક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ એરીયા તથા બફર ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં પણ જોતરાઈ ગઈ છે. ત્યારે હાલ 16 એક્ટીવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ત્યારે 159 લોકોના કોરોના રિપોર્ટાે પેન્ડીંગ હોવાની સત્તાવાર માહિતી મળી છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 5350 લોકોને હોમ કોરોનટાઇનમાં રાખવામાં આવ્યા છે તેમજ 91 લોકોને સરકારી કોરોનટાઇન સેન્ટરમાં મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!