દેવગઢબારિયા નગરમાં અમારી દુકાન કેમ બંધ કરાવી છે.તું કેમ બંધ કરાવવા નીકળે છે.? તેમ કહી પોલીસ કર્મીને કામગીરીમાં અવરોધ ઉભો કરાતા દુકાનદાર સહિત અન્ય ત્રણ સામે ગુન્હો નોધાયો, જાહેરનામાંને લઇ પોલીસ પેટ્રોલીંગમાં હતી,પોલીસ દ્વારા બિન આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલેલી બંધ કરાવતા પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરાતા ગુન્હો નોધાયો,પોલીસ દ્વારા દુકાન માલિક સહિત અન્ય ત્રણ સામે ગુન્હો નોધાયો.
દે.બારીયા તા.11
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં લોકડાઉનને લઈ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બિન આવશ્યક દુકાનો ખુલી રહેતા પોલીસે બંધ કરાવવા આવે છે. તેમ કહી સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરતા દુકાનદાર માલિક સહિત અન્ય ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધાતા વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૧ મે ના રોજ દેવગઢબારીઆ નગરમાં હાલમાં કોરોના વાઇરસને લઇ લોક ડાઉનને લઇ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળની જાહેરનામું બહાર પાડેલ હોઈ જેને લઇ પોલીસ દ્વારા સવારના પેટ્રોલીંગમાં હતા. ત્યારે દેવગઢબારીઆ પોલીસ મથકના ટાઉન બીટમાં ફરજ બજાવતા રાકેશભાઈ દીપસિંહ પલાસ (એ.એસ.આઈ) તેમજ (જી.આર.ડી) દલપત અભેસિંહ બંને જણ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ટાવરશેરીમાં આવેલ કનૈયા જવેલર્સની દુકાન ખુલ્લી હતી અને ત્યાંથી બે થી ત્રણ માણસો એકત્ર થયેલ હોઈ જેની પોલીસ કર્મી રાકેશ દીપસિંહભાઈ એ દુકાન બંધ કરવા સૂચના કરેલ અને ત્યાંથી પોલીસકર્મી અને જી.આર.ડી મોટર સાઈકલ ઉપર સર્કલ બજારમાં પોલીસ પોઇન્ટ ઉપર જઈ ઉભા રહેલા ત્યારે આ કનૈયા જવેલર્સના માલિક પરેશભાઈ કનૈયાલાલ સોની એક્ટિવા બાઇક લઈને પોલીસ પોઇન્ટ ઉપર આવી ત્યાં તેમની દુકાન બંધ કરાવવા ગયેલા રાકેશ દિપસિંહ (એ.એસ.આઈ) ને કહેવા લાગેલ કે અમારી દુકાન કેમ બંધ કરાવે છે ? તું કેમ દુકાનો બંધ કરાવવા નીકળે છે ? હું કોણ છું ? તું મને ઓળખતો નથી તેમ કહી અપશબ્દો બોલવા લાગેલ તે વખતે આ પરેશ ભાઈ સોનીના છોકરો કશિષ પરેશ ભાઈ સોની અને મૃણાલ પરેશભાઈ સોની તથા આશિષ ગાંધી ઉર્ફે ચકો પણ આવી ગયેલ અને આ ચારેય જણ અપશબ્દો બોલી તુ જ અમારી ટાવર શેરીની દુકાનો બંધ કરાવવા આવે છે તેમ કહી અમારી સાથે બોલાચાલી કરવા લાગેલા ત્યારે પોલીસ પોઇન્ટના માણસો બધા ત્યાં આવી જતા આ ચારેય જણા ત્યાંથી જતાં રહેલા જેથી એ.એસ.આઈ રાકેશ દીપસિંહ દ્વારા (૧) પરેશભાઈ કનૈયાલાલ સોની (૨) કસિષ પરેશ ભાઈ સોની (૩) મૃણાલ પરેશ ભાઈ સોની (૪) આશિષ ગાંધી ઉર્ફે ચકો તમામે બિન આવશ્યક ચીજ વસ્તુઓની દુકાન સમય મર્યાદા વગર ખુલ્લી રાખી પોલીસની કાયદેસર કામગીરીમાં રૂકાવટ ઊભી કરી કલેક્ટરશ્રીના જાહેરનામાંનો ભંગ કરતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબનો ચારેય જણ વિરુદ્ધ ગુન્હો નોધાવતા પોલીસે ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે દેવગઢબારિયા નગરમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાના લઈ પોલીસ દ્વારા બિન આવશ્યક ચીજવસ્તુઓને દુકાનો ખુલ્લી રહેતા તેને બંધ કરાવતા દુકાન માલિક સહિત અન્ય ત્રણ જણાને પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરતા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો નોંધી સૌપ્રથમ સી.સી.ટીવી ફૂટેજ લઈ તપાસ હાથ ધરી છે. ક્યારે અન્ય કેટલાક વેપારીઓ પણ આ ચાર જણની સાથે સામેલ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોલીસ આ ચાર સિવાય અન્ય કેટલાક દુકાનદારોની ધરપકડ કરશે કે કેમ તેવા પણ સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે હાલમાં કેટલાક દુકાનદારો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું પણ કહેવાય રહ્યું છે. ત્યારે પોલીસ આ ગુનામાં અન્ય કેટલાક દુકાનદારો પણ પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરતા તેમની ધરપકડ કરશે કે કેમ તે જોવાનું રહ્યું ?