Thursday, 25/04/2024
Dark Mode

સીંગવડ:વિશ્રામગૃહના રોજમદારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

સીંગવડ:વિશ્રામગૃહના રોજમદારે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.12

સીંગવડ વિશ્રામગૃહમાં રોજમદાર (ચોકીદાર ) તરીકે નોકરી કરતા 54 વર્ષીય કર્મચારીએ અગમ્ય કારણોસર પંખાના હુકમાં કાથીની દોરી વડે ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી નાંખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. જોકે મરણજનાર કર્મી ડાઇનિંગ ટેબલ પર પાણીના જાર પર ચઢી પોતે કઈ રીતે ગળેફાંસો શકે છે?ખરેખર આ વ્યક્તિએ આત્મહત્યા કરી કે કઈ અજુગતું બન્યું છે.તેવી તરેહ તરેહની ચર્ચાઓ અને નગરમાં જોર પકડ્યું છે રણધીકપુર પોલીસે હાલ મરણ જનાર કર્મીના પુત્રની જાહેરાતના આધારે અકસ્માતે નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણમાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે. બારીયા તાલુકાના ધાનપુર નજીક વાંસીયા ડુંગરીના વાગુલ ફળીયાના રહેવાસી અને સીંગવડ વિશ્રામગૃહમાં રોજમદાર (ચોકીદાર) તરીકે નોકરી કરતા 54 વર્ષીય માનસિંગભાઈ ભારતાભાઈ વાગુલે ગતરોજ રાત્રીના સુમારે વિશ્રામગૃહના વચ્ચેના રૂમમાં ડાઇનિંગ ટેબલ પર પાણીનો જાર મૂકી તેના પર ચઢી પંખાના હુકમાં કાથીની દોરી વડે આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ મામલાની જાણ રણધીકપુર પોલિસ મથકના પીએસઆઇ સહીતના પોલિસ જવાનોએ ઘટનાસ્થળે પહોંચી જરૂરી પંચનામું કાગળિયા કરી મૃતકના શબનો ક્બજો મેળવી લાશને પીએમ કરવા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે આ બનાવના લીધે સ્થાનિકોમાં માનસિંગ ભાઈ છેલ્લા બે વર્ષથી વિશ્રામ ગૃહ સીંગવડ ખાતે નોકરી કરતા હતા ત્યારે તેમની મૃત્યુ અંગે અનેક શંકા કુશંકાઓની વચ્ચે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.કે મૃતક માનસિંગભાઈએ 10 ફીટની હાઈટ સમાન છત પર લાગેલા પંખાના હુક પર 3 ત્રણ ફિટ જેટલાં ડાઇનિંગ ટેબલ પર 1.1/2 ફિટના જાર પર ચઢી આત્મહત્યા કરવાની થિયરી બાબતે તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે ત્યારે હાલ સીંગવડ પોલિસે મૃતકના શબને પીએમ માટે મોકલી એડી દાખલ કરી છે. ત્યારે મૃતકની કોઝ ઓફ ડેથ તેમજ પીએમ રિપોર્ટમાં દૂધ કા દૂધ અને પાની કા પાની થઇ જશે તેમાં કોઈ બે મત નથી.

error: Content is protected !!