
દક્ષેશ ચૌહાણ, ઝાલોદ
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ઝાલોદ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ ઉમેદવાર જાહેર કર્યો…
દે.બારીયા,ગરબાડા,બાદ પાર્ટીએ ઝાલોદ વિધાનસભા બેઠક પર ઉમેદવાર ઉતાર્યો….
ભાજપ અને કોંગ્રેસ દ્વારા આપ પાર્ટી દ્વારા જાહેર ઉમેદવારના તમામ પાસઓ અંગે બારીકાઇથી નિરીક્ષણ કરી નવેસરથી નવી રણનીતિ બનાવવા જોતરાયા
દાહોદ તા.16
દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકોમાં સમાવિષ્ટ ઝાલોદ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ ઉમેદવાર જાહેર કરી દેતા ઝાલોદના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીએ તો વિધાનસભા બેઠકો ધરાવતા દાહોદ જિલ્લામાં કુલ ત્રણ વિધાનસભા બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોના તમામ પાસાઓના ધ્યાને લઇ નવેસરથી નવી રણનીતિ બનાવવા જોતરાઈ ગયા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલ ગણતરીના દિવસો આડે રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો દ્વારા તમામ ચૂંટણી પ્રક્રિયાઓને અંતિમ આપી દેવામાં આવ્યો છે. સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા વિધાનસભા બેઠકો દીઠ નિરીક્ષકો મોકલી ઉમેદવારોની પસંદગી અંગે સેન્સ લેવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ બીજેપી તેમજ કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા ઉમેદવારોની પસંદગી અંગે તમામ પાસાઓની બારીકાઈથી નિરીક્ષણ કરવા અંગે કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 130 ઝાલોદ વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરી દેતા ઝાલોદ વિધાનસભા બેઠક પર સમીકરણોનો ફેરબદલ જોવા મળશે સાથે સાથે ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ગણાતી ઝાલોદ વિધાનસભા બેઠક પર ઉમેદવારની પસંદગીને લઈને ભારે રસાકસીનો માહોલ જોવા મળશે બે હાલના તબક્કે જોવાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી ઉમેદવારોની પાંચ યાદી જાહેર કરી દેવામાં આવી છે. જેના પગલે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ છ વિધાનસભા બેઠકો પૈકી દે.બારિયા વિધાનસભા બેઠક પર ભરતભાઈ વાંખલા ગરબાડા વિધાનસભા બેઠક પર શૈલેષભાઈ ભાભોર અને આજરોજ ઝાલોદ વિધાનસભા બેઠક પર અનિલભાઈ ગરાસીયા ને ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે ઉપરોક્ત ત્રણ પૈકી બે અનુસૂચિત જનજાતિની પ્રભુત્વ ધરાવતી વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ આદિવાસી સમાજમાંથી સક્ષમ ઉમેદવારને ટિકિટ ફાળવી દીધી છે. જ્યારે ગત ટર્મમાં કોંગ્રેસના મેન્ડેડ પર ચૂંટણી લડનાર ભરતભાઈ વાખલાને પણ પાર્ટીએ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો છે ત્યારે હવે દાહોદ જિલ્લાની બાકી પડેલ દાહોદ શહેર ફતેપુરા તેમજ લીમખેડા બેઠક પર પાર્ટી પસંદગીનો કળશ કોના પર ઢોળે છે. તે હાલ જોવું રહ્યું..