સુમિત વણઝારા, દાહોદ
ઝાલોદ તાલુકાની બિલવાણી પ્રાથમિક શાળાનો 108 મો સ્થાપના દિવસ ઉજવાયો.
ઝાલોદ તાલુકાની “ બિલવાણી પ્રાથમિક ” શાળાનો 108 મો સ્થાપના દિવસ ” જન્મોત્સવ ) ઉજવવામાં આવ્યો . અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન તા -01 / 10 / 1914 ના રોજ શરૂ કરવામાં આવેલી બિલવાણી પ્રાથમિક શાળાના આજે 108 વર્ષ પૂર્ણ થતાં તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી
શાળાની ઉજવણીના ભાગરૂપે એક નાનકડો કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ , જેમાં શાળાના બાળકોએ સુંદર પ્રાર્થના , બાળગીત , અભિનય ગીત તથા ગરબો રજૂ કરીને ઉજવણીમાં ભાગ લીધો . આ પ્રશંગે કેક કાપી બર્થ ડે સોંગ ગાઈને , શાળાના બાળકો , શિક્ષક મિત્રો ગ્રામજનો અને મહાનુભાવોએ શાળાને અભિનંદન પાઠવ્યા . આ પ્રશંગે ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એ.પી.ભાભોર સાહેબ , આંબા તાલુકા પંચાયતના સભ્યશ્રી રામુભાઈ નિનામા , ઝાલોદ શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ડી.બી.મકવાણા સાહેબ , પેટા શાળાના આચાર્યશ્રીઓ તથા બિલવાણી ગામના ગ્રામજનો , મહાનુભાવો તથા શાળાના સ્ટાફ પરિવારે શાળાને શુભકામનાઓ પાઠવી .
108 વર્ષની શાળાની સફરના ઈતિહાસનું વર્ણન કરતાં શાળાના શિક્ષકશ્રી મનોજભાઈએ જણાવેલ કે , આ શાળાએ આજુબાજુના વિસ્તારને અનેક ડોકટરો , એંજિનીયરો સાયન્સ્ટીસ્ટ , પોલીસ અધિકારીઓ , આચાર્યો , શિક્ષકો તથા વિવિધ કર્મચારીઓ તેમજ પદાધિકારી ઓની ભેટ આપી છે . શાળાના વિકાસમાં ઘણા બધા આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રોનો ફાળો રહેલો છે . આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં શાળાના શિક્ષક ભાઈ – બહેનોએ તથા શાળાના બાળકોએ ખૂબ સુંદર સાથ સહકાર આપીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો શાળા ઉતરોતર પ્રગતી કરે સારા નાગરીકોનું જીવન ઘડતર થાય એ શાળાનો મુખ્ય ધ્યેય છે અંતમાં શાળાના આચાર્યશ્રી દ્વારા સર્વ મહાનુભાવો , ગ્રામજનો તથા શાળાના સ્ટાફ મિત્રોનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો .