સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના મુણધા ખાતે મોટરસાયકલ સ્લીપ ખાતા ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું વડોદરામાં સારવાર દરમિયાન મોત
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે એક મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં માર્ગ અકસ્માતમાં મોટરસાઈકલ ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૨મી ઓગષ્ટના રોજ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે પારગી ફળિયામાં રહેતાં વનરાજભાઈ ભીમસીંગભાઈ ડામોરે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મુણધા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને જેને પગલે વનરાજભાઈ શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં વનરાજભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે ડુંગરી ફળિયામાં રહેતાં વીરમલભાઈ ભીમસીંગભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.