
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના રણીયાર ઇનામી ગામે બે મોટરસાયકલ સામસામે ભટકાઈ :એકનું મોત, એક ઈજાગ્રસ્ત…
દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ઈનામી ગામે એક મોટરસાઈકલના ચાલકે અન્ય એક મોટરસાઈકલને સામેથી ધડાકાભેર અથડાવતાં મોટરસાઈકલ પર સવાર બે પૈકી એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૬મી મેના રોજ સંજેલી તાલુકાના કરંબા ગામે તળ ફળિયામાં રહેતાં ધર્મેન્દ્રભાઈ તથા તેમની સાથે અશ્વિનભાઈ એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ઝાલોદ તાલુકાના રણીયાર ઈનામી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે સામેથી અન્ય એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ધર્મેન્દ્રભાઈની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાવતાં ધર્મેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયાં હતાં અને જેને પગલે બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન ધર્મેન્દ્રભાઈનું મોત નીપજતાં આ સંબંધે કરંબા ગામે ગળ ફળિયામાં રહેતાં કસુભાઈ ધનાભાઈ ખાંટે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.